Gandhinagar,તા.24
દેશની વસતિ ગણતરી પ્રક્રિયા આગામી વર્ષથી શરૂ થશે અને તેમાં ભારતીયોની સંખ્યા 150 કરોડ કે તેથી વધુ હશે તે નિશ્ચિત છે પણ દેશમાં વધતી વસતી અને ભારતનું ક્ષેત્રફળ તો તેટલું જ છે તેથી વધારે વસતિના કારણે વસવાટ ગીચ થયા છે.
ખાસ કરીને મોંઘા આવાસ અને ગરીબી એ લોકોને ઝુપડપટ્ટી કે તેવા આવાસોમાં વસવાની ફરજ પાડી છે. તેમાં શહેરીકરણ પણ વધી રહ્યું છે અને હાલ તો સંયુક્ત રાષ્ટ્રસંઘનો એક રિપોર્ટ કહે છે કે દેશના ધનિષ્ઠ-ગીચ-વસતિ ધરાવતા વિશ્વના 10 મોટા મહાનગરોમાં ગુજરાતના બે મહાનગરો સુરત અને અમદાવાદનો સમાવેશ થાય છે
દેશના કુલ 4 મહાનગરો ટોપ-10 ધનિષ્ઠ આબાદી ધરાવતા શહેરોમાં સ્થાન મેળવે છે. સૌથી વધુ ચોંકાવનારુ એ છે કે વિશ્વના ટોપ-10 ધનિષ્ઠ-પ્રતિ ચોરસ કિલોમીટર સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મુંબઈ પ્રથમ સ્થાને છે.
મુંબઈમાં પ્રતિ સ્ક્રેપ કિલોમીટર 27000 લોકો રહે છે તો આ યાદીમાં ગુજરાતનું સુરત પ્રતિ ચોરસ કિલોમીટર રહેતા લોકોમાં 24000ની વસતિ સાથે ચોથા સ્થાને અને અમદાવાદ આ યાદીમાં નવમાં ક્રમે પ્રતિ સ્કવેર કી.મી. 22000ની વસ્તીએ સાથે છે અને દેશનું આઈટી લીટી બેંગ્લોર 10માં ક્રમે છે.
વિશ્વના શહેરીકરણ અંગેના 2025ના રિપોર્ટમાં આ માહિતી અપાઈ છે. જેમાં 10 લાખથી વધુ વસતિ ધરાવતા 50 મોટા શહેરોમાં 31 એશિયામાં છે. રસપ્રદ બાબત એ છે કે આ 50માં એશિયા-આફ્રિકાના જ દેશો છે.
પશ્ચીમના દેશોમાં વધુ વિશાળ ક્ષેત્રફળ અને ઓછી વસ્તીના કારણે ગીચતાની કોઈ સમસ્યા નથી. ખાસ કરીને ગરીબી અને શહેરો તરફ રોજગારી-શિક્ષણ વિ. માટે જવાની મજબૂરીના કારણે આ સ્થિતિ છે.
શા માટે શહેરીકરણ વધી રહ્યું છે તેના માટે 510 વસાહતોનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેમાં ભારત-નાઈજેરિયા, પાકિસ્તાન, કોંગો ઈજીપ્ત-બાંગ્લાદેશ અને ઈથોપીયાએ 2025થી2050 સુધીમાં વધુ 50 કરોડની વસતિ વધારશે જે દુનિયાની કુલ વસતિના પડઘા લોકો આ દેશોમાં શહેરીકરણનો ભોગ બનશે.
ગુજરાતની વાત કરીએ તો સુરત, અમદાવાદ સહિતના મહાનગરોની `હદ’ વધારાઈ રહી છે. આસપાસના વિસ્તારો તેમાં ભેળવવામાં આવી રહ્યા છે તે `ગેપ’ પણ ઝડપથી ભરાઈ જાય છે અને અનેક ક્ષેત્રે અગાઉથી જ ગીચ વસતિ ધરાવતો હોય છે.
રાષ્ટ્રસંઘના રિપોર્ટ મુજબ અમદાવાદમાં 1975માં 26 લાખની વસતિ હતી તે 2050માં 76 લાખની થઈ છે અને 2050 સુધીમાં તે 82 લાખની થઈ શકે છે અને વિશ્વનું આઠમા નંબરનું સૌથી ધનિષ્ઠ વસતિ ધરાવતુ મહાનગર છે તેજ રીતે સુરત જે આજ રીતે આ 1975માં 10 લાખની હતી તે 2025માં 69 લાખની અને 2050 સુધીમાં તે 80 લાખની થઈ જશે.
આ પ્રકારે ગીચ વસતિ એ લોકોના જીવન ધોરણને સીધી અસર કરે છે. શહેરીકરણમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા મહત્વની છે જેનો અભાવ જોવા મળે છે અને સરકાર મોટા શહેરોની વધુ ચિંતા કરે છે અને નાના વિસ્તારોની ઉપેક્ષા કરે છે

