Surat,તા.૧૭
સુરતની ગ્લેમરસ ઈન્ફ્લુએન્સર હની પટેલ આપમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હની પટેલ જોડાયા બાદ તરત જ ગાંજા અને બિયરના વીડિયોથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. વાયરલ વીડિયોમાં હની પટેલને બિયરનો ગ્લાસ ભરતી અને વેપ કરતા જોવા મળ્યા છે. વિવાદ બાદ હની પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ મારું ભૂતકાળ, આજે નથી કરતી.
ગાંજા કેસમાં સંડોવાયેલી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલ પાંચ દિવસ પહેલા આપમાં જોડાતા વિવાદ શરૂ થયો છે. બિયરનો ગ્લાસ ભરતો અને ઈ-સિગારેટ પીતો હની પટેલનો એક વીડિયો વાઈરલ થયો છે. જેને લઈ હવે હની પટેલે સામે આવી પોતાના પતિ અને ભાજપ નેતા પર ગંભીર આક્ષેપ કર્યા છે. હની પટેલે આક્ષેપ કર્યા કે, મારા વીડિયો મારા પતિ અને ભાજપના નેતાઓએ વાયરલ કર્યા છે.
હાઇબ્રિડ ગાંજાના કેસમાં ભાજપ નેતા પ્રદીપ ભાખર પર પોતાને ફસાવવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, હું બેંગકોકથી આવી ત્યારે મારા બેગમાં ગાંજો મૂકી રાજકીય ષડયંત્ર થયું હતું. ૧૯ કિલો ૭૨૮ ગ્રામ ગાંજો મળ્યો, છતાં પોલીસ રિમાન્ડ ન લીધું— એ જ રાજકારણ. મારો પતિ પણ સાથે હોવા છતાં માત્ર મને જ જેલ મોકલવામાં આવી. મારી ચાર્જશીટમાં મારી સાથે પતિના પણ સહી— છતાં એમને કેમ છોડ્યા? હું ન દારૂ પીઉં છું, ન ગાંજાનું નશા કરું— બધું સાબિત કરી શકું.
સુરતની મોડલે ભાજપ નેતા પ્રદીપ ભાખર અને અન્ય પર ગંભીર રાજકીય સેટિંગના આક્ષેપ કર્યા. સિંહની પજવણીના વીડિયોમાં પણ ભાજપ નેતાઓને શાસન સ્તરે બચાવવાનો આરોપ મૂક્યો. આમ, હની પટેલના નિવેદનોથી રાજકીય માહોલમાં તીખી ચર્ચાઓ તેજ બની છે. સાથે જ આપ પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
વાયરલ વીડિયો અંગે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા હની પટેલે કહ્યું કે, મારા ભૂતકાળ સાથે ભાજપનો ભૂતકાળ. હું એક અરીસો બતાવા માંગુ છું આમ જનતા ને…મારા આ વિડિયો થી કોઈ સમાજ કે પદ અધિકારીના માન સન્માન ને ઠેસ પહોંચી હોય તો દિલ થી માફી માંગુ છું..

