Surendranagar,તા.11
ગુજરાતમાં નર્મદાના નીર જીવાદોરી સમાન બન્યા છે. પરંતુ હજુ રાજ્યમાં એવા ઘણાં ગામો છે જ્યાં નર્મદાના પાણી પહોંચ્યા નથી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જાહેર કરેલા કામો સુરેન્દ્રનગરમાં હજુ શરૂ થયા નથી. લોકસભા ચૂંટણીના પ્રચાર અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્ર નગરમાં આની જાહેરાત કરી હતી. આ નિર્ણયને આજે 8 મહિના થયા હજુ સુધી કામો જ શરૂ જ થયા નથી. સૌની યોજના અંતર્ગત 479 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ૪૫ અને હળવદ તાલુકાના ૧૧ ગામોના તળાવોમાં નર્મદાના પાણી પહોંચાડવાનો લોકસભા ચૂંટણી પહેલા નિર્ણય લેવાયો
લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર ખાતેથી મુખ્યમંત્રીએ વિકાસના કામોની જાહેરાત કરી હતી. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પણ વિકાસના કામના ફક્ત વાયદા રહ્યા છે. મૂળી, વઢવાણ, ધાંગધ્રા તાલુકાના 45થી વધુ ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણીની રાહ જોઈ રહ્યા છે. લોકોમાં એવી માગ ઉઠી છે કે સરકાર માત્ર વાયદા કરે છે પરંતુ હવે તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા કરી કામો શરૂ કરે.