Surendranagar,તા.૧૩
સુરેન્દ્રનગરના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના છોડ ઝડપાયાની ઘટના સામે આવી છે.ર્જીંય્ને બાતમી મળતા દરોડા પાડતા ગાંજા ઝડપાયો હતો. તેમજ ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ સાથે એકને પકડ્યો હતો. જેમાં ૩૦ નંગ ગાંજાના છોડ હતા. જેની એસઓજીને બાતમી મળતા દરોડા પાડતા ગાંજા ઝડપાયો હતો. અને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો.
સુરેન્દ્રનગર એસ.ઓ.જી દ્રારા લીલો ગાંજો ઝડપી પાડયો છે. અને ગેરકાયદેસર લીલા ગાંજાના વાવેતરના છોડ નંગ-૩૦ વજન ૩૬ કિલો ૩૦૦ ગ્રામ કિ. સાથે એક ઇસમને પકડી પાડયો હતો.
રાજપરા ગામ ના ગોવિંદભાઈ કુકાભાઇ રોજાસરા ગાંજા નું વાવેતર કર્યુ છે જે અંગે એસઓજી બાતમી મળેલ તે અંગે દરોડો કરતા જાનીવડલા ગામની સીમમા ઓએ પોતાના કબજા ભોગવટાના ખેતરમા તુવેર તથા બીટી કપાસ જેવા પાક ની આડમાં ગેરકાયદેસર ગાંજાનાં છોડનું વાવેતર કરેલ હતું.
આ વધુમાં તેને આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલ છે જે બાતમી આધારે રેઈડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંગ-૩૦ વજન ૩૬કિલો ૩૦૦ ગ્રામ કિ.રૂ. ૩,૫૩,૦૦૦/- સાથે પકડી પાડી ધોરણસર અટક કરી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કર્યો છે.