Surendranagar,તા.4
સુરેન્દ્રનગર શહેરમાં પ્રદૂષણનું સ્થર સતત વધતું જઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નર્મદાની કેનાલ ઉપર પુલ સ્મારકામ નું કામ છેલ્લા ત્રણેક મહિનાથી ચાલી રહ્યું છે ત્યારે આ પુલ સમારકામ દરમિયાન ડ્રાઇવર્ઝન આપવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ ડ્રાઇવર્ઝન બનાવવામાં આવ્યું છે તે અત્યંત બીસમાર હાલતમાં છે અને તેના ઉપર સતત માટી નાખવામાં આવતા હોવાના કારણે વાહનો પસાર થાય છે ત્યારે ધૂળ અને ડમરી ઉડી રહી છે અને માટી પણ ઉડી રહી છે જેને લઇને વાહન ચાલકો પરેશાની નો સામનો કરી રહ્યા છે.
કેનાલના પુલના સમારકામની ટાઈમ લિમિટ પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ સમયસર કામ પૂરું ન થતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હજુ પણ 20 દિવસ આ કામગીરી ચાલવાની છે ત્યારે નર્મદા કેનાલની આજુબાજુમાં આવેલા વૃક્ષો ઉપર ધૂળ અને માટીના થર જામી ગયા છે બીજી તરફ વાહન ચાલકોને આંખોમાં તેમજ શ્વાસમાં ધૂળ જતી હોવાના કારણે વાહન ચાલકોનું આરોગ્ય પણ જોખમમાં મુકાઈ રહ્યું છે.
શ્વાસોશ્વાસમાં પણ તકલીફોનો સામનો શહેરીજનોને કરવો પડી રહ્યો છે તાત્કાલિક ધોરણે પુલનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ કરવામાં સવારે અને સાંજે સતત પુલ ઉપર થી હોવાના કારણે શરદી ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા દર્દીઓની કેસોમાં પણ વધારો થયો છે 40 થી વધુ ગામના લોકો રોજ આ રસ્તા ઉપરથી અવરજવર કરતા હોય છે.
ત્યારે તેમનું આરોગ્ય પણ જોખમમાં મુકાય છે. જ્યાં રસ્તો આપવામાં આવ્યો છે ત્યાંથી પસાર થવું હોય તો મોઢે રૂમાલ બાંધવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પુલનું સમારકામ પૂર્ણ કરી અને પુલ ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ધૂળ અને ડમરીનું ડ્રાઇવર્જન આપેલા રોડ રસ્તા ઉપર સામ્રાજ્ય – તંત્રના અધિકારીઓએ રોજ 10 ટ્રેન્કર પાણીના છાંટવાનો નિર્ણય કર્યો.. નર્મદાનો ફૂલ બંધ કરવામાં આવતા તેના વૈકલ્પિક રસ્તાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ ત્યાં પણ ધૂળ અને ડમરીનું સામ્રાજ્ય છે જેને લઈને ત્યાં આજુબાજુમાં આવેલા વૃક્ષો ઉપર પણ ધૂળ અને માટીના થર જામી ગયા છે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ત્યારે હવે નર્મદા વિભાગના મુખ્ય અધિકારી વિજય કરમટા સાથે વાત કરવામાં આવતા તેમને જણાવ્યું છે કે રોજ હવેથી 10 ટ્રેનકર પાણીના સવારે અને સાંજે છાંટવામાં આવશે જેને લઈને ધૂળ ઉડવાની ઘટનાઓ બની રહી છે તેને લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે અને લોકોનું આરોગ્ય જોખમમાં ન મુકાય તે અંગે કામગીરી કરવા હૈયા ધારણા આપવામાં આવી છે..

