Surendranagarતા.1
એક બાજુ લોકો મોંઘવારીથી પીસાઈ રહ્યા છે અને લોકો પાસે પોતાનો ગુજરાન ચલાવવા જેટલા મહા મહેનતે રૂપિયા કમાઈ શકે છે ત્યારે આજે દશેરાનો તહેવાર છે અને આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં જ્યારે રાવણ દહન કરવામાં આવશે પરંતુ ગુજરાત અને સૌરાષ્ટ્રની શહેરી જનતાને કે ઝાલાવાડની શહેરી જનતાને મોંઘવારીના માર માટેની કોઈ પણ ચિંતા કે ફિકર ચિંતા હોતી નથી.
ત્યારે સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાં રહેતી પ્રજાપતિ સમાજની દીકરી પોતે પોતાની વેદના પ્રસ્તુત કરી અને મીડિયા સમક્ષ પોતાની વેદના વર્ણવી રહી છે ત્યારે તેને એક આબેહૂબ ગરબો બનાવ્યો અને તેમાં સરકારને પોતે જાતે તો કહી શકે તેવી કોઈ તેની પરિસ્થિતિ નથી પરંતુ સરકારને તેને કહ્યું કે આજે સૌરાષ્ટ્ર ગુજરાત અને ઝાલાવાડ સહિતના અનેક ગામોમાં જ્યારે વિજયા દસમી નો દશેરા તહેવાર ઉજવાઈ રહ્યો છે.
વિદ્યા દસમીના તહેવારના દિવસે ખાસ કરી અને લોકો રાવણ દહન કરતા હોય છે ત્યારે સામાન્ય વ્યક્તિ આ મોંઘવારીના મારમાં પીસાઈ રહ્યો છે ત્યારે આ પ્રજાપતિ સમાજની દીકરી સરકારને પૂછી રહી છે કે આજે વિદ્યા દસમી નો તહેવાર છે અને રાવણ દહન પણ થવાનો છે ત્યારે મોંઘવારીના રાવણને દહન કોણ કરશે તેઓ એક પ્રશ્ન સરકાર સમક્ષ મૂક્યો છે.
ત્યારે તેની મુલાકાત લેતા તેને જણાવ્યું કે અમારા પરિવારમાં અમો પ્રજાપતિ સમાજના છીએ અને મારા પિતાશ્રીને માત્ર બે જ પુત્રીઓ છે અને ભાઈ હતો તે અનાધિકારમાં અવસાન પામ્યો હતો ત્યારે અમે બહુ નાના હતા ત્યારે મારા પિતાશ્રી લારી કાઢી અને નાના-મોટા ગરબા તેમજ ગોળા તાવડી જેવા માટીના વાસણો મારા માતા બનાવતા અને મારા પિતા વહેતા આજે પણ એ જ વ્યવસાય મારા પિતા કરી રહ્યા છે.
જેમને રતનપરમાં ભગત તરીકે ઓળખવામાં આવે છે અને ખરેખર તે જોતાં જ ભગત જેવા પણ લાગે છે ત્યારે આ પ્રજાપતિ સમાજની દીકરીએ પોતાના પિતાને ખંભે ખંભા મિલાવી અને પોતે પણ માટી કામમાં જોતરાઈ અને એટલે જ તેને મોંઘવારી ન ખબર પડી કે મોંઘવારી શું કહેવાય કારણ કે પિતા સવારે લારીમાં ગોળા તાવડી ગલ્લા જેવી વસ્તુઓ લઈ અને કેરીમાં જાય ફેરીમાં ગયા પછી ગોળા ધાવડી કે ગલ્લા વેચાતો ઠીક નહિતર લારી લઈ અને પાછા આવવું પડે.
ત્યારે કેવો સમય હશે કે આવા પણ દિવસો જોયા છે ત્યારે આ દીકરીને મોંઘવારી નો માર્ગ ખરેખર નડે જ એ વાત હકીકત અને સાચી છે તે તેની વર્ણન કરવાની છતાં અને તે તેની રજૂઆત પણ હકીકતમાં સાચી લાગે છે ત્યારે આજે વિજયા દશમીનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવશે લોકો જલેબી ચોળાફળી અને ફાફડા ની જાફત ઉડાવશે અને રાત્રિના સૂઈ જશે.
ત્યારે તેને આ મોંઘવારી વિશેની કોઈપણ જાણકારી કે હકીકતની ખબર હોવા છતાં પણ તે ચૂપ રહે છે કારણ કે સરકાર સામે અવાજ ઉઠાવો તે મજબૂરી સમાન ગણાય તેવું પણ તેને જણાવ્યું છતાં પણ તેને મોંઘવારીનો માર નડે છે એટલે તેની વેદના તેને ગરબા સ્વરૂપે ચિત્ર દોરી અને પોતાની વેદના રજૂ કરી.