Surendranagar, તા.28
સુરેન્દ્રનગર SOGએ ચેઇન સ્નેચિંગના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપી પપ્પુ પટેલને ભાવનગરથી ઝડપી પાડ્યો છે. આ આરોપી લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો.
SOG સ્ટાફના PSIને ચોક્કસ બાતમી મળી હતી કે, લીંબડી પોલીસ સ્ટેશનના IPC કલમ 379(એ)(3), 114 મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી પપ્પુ પટેલ હાલ ભાવનગર શહેરમાં છે. જે બાતમીના આધારે, જઘૠ સ્ટાફના કર્મચારીઓ ભાવનગર તપાસ અર્થે ગયા હતા.
પોલીસ ટીમે નીલમબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના વિઠ્ઠલવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી, જ્યાંથી ઉપરોક્ત આરોપી પપ્પુ પટેલ મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ અને સરનામું આપ્યું હતું અને કબૂલ્યું હતું કે, તે છેલ્લા પાંચ વર્ષથી ઉપરોક્ત ગુનામાં નાસતો-ફરતો હતો.
આરોપીની કાયદેસર અટકાયત કરીને વધુ તપાસ માટે લીંબડી પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધપાત્ર છે.તેની સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં I/101/2017 (કલમ 307, 323, 333), I/103/2017 (કલમ 392, 114), I/104/2017 (કલમ 392, 114), I/106/2017 (કલમ 392, 114) હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.
આ ઉપરાંત, શિહોર પોલીસ સ્ટેશનમાં I/102/2017 (કલમ 392, 114) અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કલમ 323, 332, 504, 506(2) હેઠળ પણ ગુનાઓ દાખલ છે.

