Mumbai,તા.8
અત્યાર સુધી બેટથી ધમાલ મચાવતો વૈભવ સૂર્યવંશી હવે કેપ્ટન તરીકે પણ હિટ રહ્યા છે. તેના નેતૃત્વમાં ભારતીય અંડર -19 ટીમે દક્ષિણ આફ્રિકાની અંડર -19 ટીમને ત્રણ મેચની ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી હતી.
આ સાથે વૈભવે 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ પણ રચ્યો છે. વૈભવે ઉન્મુક્ત ચંદનો રેકોર્ડ તોડીને દ્વિપક્ષીય અંડર -19 ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કરનાર સૌથી યુવા ભારતીય કેપ્ટન બન્યો છે.
2012માં ભારતીય અંડર- 19 ટીમના કેપ્ટન ઉન્મુક્ત ચંદે પાંચ મેચની વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન અંડર -19 ટીમને ક્લીન સ્વીપ કરી હતી. ઉન્મુક્તે આ સિદ્ધિ મેળવી ત્યારે તે 17 વર્ષનો હતો.
હવે, વૈભવે આ રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવે શ્રેણીની પહેલી વનડેમાં પણ એક રેકોર્ડ બનાવ્યો હતો.આ સફળતા બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાના અંદાજમાં ઉજવણી કરી હતી.
તે અંડર -19 ટીમની કેપ્ટનશીપ કરનાર વિશ્વનો સૌથી યુવા કેપ્ટન બન્યો. દરમિયાન ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2012માં અંડર -19 વર્લ્ડ કપ જીત્યો હતો.
ભારતે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવ્યું હતું
વૈભવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને શ્રેણી જીતી. ભારતીય અંડર -19 ટીમે પહેલી વનડે ઉકજ પદ્ધતિ દ્વારા 25 રનથી જીતી હતી. ત્યારબાદ ભારતીય યુવા ટીમે બીજી મેચ પણ ઉકજ પદ્ધતિ દ્વારા 8 વિકેટથી જીતી હતી. આજે 7 જાન્યુઆરીના રોજ, ભારતીય ટીમે શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડે 233 રનથી જીતી હતી.

