Morbi,તા.09
આરોપી પતિ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
મોરબીમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ઘરેણાની ચોરી થતા પત્ની પર શંકા રાખી પતિએ ગાળો આપી ઢીકા પાટું માર માર્યો હતો તેમજ સ્કૂટર લઇ નીકળ એટલે એસીડ નાખી મારી નાખવાની ધમકી આપી હતી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મૂળ પાટણ જીલ્લાના ગણેશપુરા હાલ મોરબીના નવલખી રોડ પર હરિપાર્ક સોસાયટીમાં રહેતા જાગૃતિબેન જ્લાજીભાઈ ઠાકોર (ઉ.વ.૩૫) નામની પરિણીતાએ આરોપી પતિ જલાજી કાનજી ઠાકોર રહે ગણેશપુરા તા. હારીજ પાટણ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે એક વર્ષ પૂર્વે પતિ ઇલેક્ટ્રિક તથા ફર્નીચર હોલસેલનો ધંધો કરતા હતા જે સારો નહિ ચાલતા પતિ સાથે મનદુઃખ થતું રહેતું હતું અને મારકૂટ કરતા જેથી ફરિયાદી મોરબીના નવલખી રોડ પર હરિપાર્ક સોસાયટીમાં આવેલ મકાને રહેવા અને દીકરીઓને ત્યાં રહેવાનું અને અભ્યાસ કરાવવાનું કહ્યું હતું પતિ ફરિયાદી પત્ની અને બાળકોને ભરણપોષણ માટે અને દીકરીના અભ્યાસ માટે પૈસા આપતો ના હતો જેથી મોરબી ફેમીલી કોર્ટમાં ભરણપોષણ અરજી કરી હતી જે કેસ કોર્ટમાં ચાલુ છે
તા. ૦૫-૦૭-૨૦૨૫ ના રોજ ફરિયાદી પોતાના માતાના ઘરે નવલખી રોડ યોગીનગર ખાતે દીકરીઓ સાથે આંટો મારવા ગઈ હતી અને મમ્મી રાણીબેન વાઘેલા અને મોટા બહેન કાંતાબેન મકવાણા પણ ત્યાં આંટો મારવા આવ્યા હતા રાત્રીના દશેક વાગ્યે આરોપી પતિ ત્યાં આવી ગાળો બોલવા લાગ્યો હતો અને ઘરમાં દાગીનાની ચોરી થઇ છે તું શું કરેશ ? કહેતા ત્રણ ચાર દિવસથી મકાનની ચાવી તમે લઇ ગયા છો મને શું ખબર ઘરેણા કોણ લઇ ગયા કહેતા તે જ ચોરી કરી છે કહીને મકાન ચેક કરી લઈએ કહેતા ફરિયાદી, બહેન અને દીકરીઓ બધા ઘરે જતા દાગીના જોવા મળ્યા નહિ અને પતિએ તે જ ચોરી કરી છે કહીને ગાળો આપી ઢીકા પાટું મારવા લાગ્યો જેથી બહેને મને છોડાવી હતી અને પતિએ હવે તું રોડ પર સ્કૂટર લઈને નીકળ એટલે તારા માથે એસીડ નાખી મારી નાખવી છે કહીને ધમકી આપી હતી જેથી ફરિયાદી ઘરમાં રહેલ ફિનાઈલ બોટલ પી ગઈ હતી અને ચક્કર આવતા પડી ગઈ હતી જેથી સવાર માટે સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી મોરબી બી ડીવીઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે