Veraval,તા.08
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા,ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા નાઓએ જીલ્લામાં ગુનો આચરી લાંબા સમયથી નાસતા ફરતા હોય જેઓને પકડી પાડવા સુચન અનુસંધાને એલ.સી.બી.ના ઈ.ચા.પો.ઈન્સ.એ.બી.જાડેજા,પો.સબ ઇન્સ.એ.સી.સિંધવના માર્ગદર્શન મુજબ સુત્રાપાડા પો.સ્ટે ગુ.ર.નં.ફ.૪૨/૨૦૧૦ આઇ.પી.સી.કલમ ૪૦૭,૪૨૦, ૧૪૪ ના કામેનો નાસતો ફરતો આરોપી મહેન્દ્રભાઇ ઉર્ફે મહેશભાઇ ઉર્ફે મલો S/O સવજીભાઈ હરીભાઇ ભુંગાણી પટેલ ઉ.વ-૬૧ ધંધો-ડ્રાઇવીંગ મુળ રહે લાઠીદડ ગામ તા.જી.બોટાદ વાળો સુત્રાપાડા ખાતે આવેલ કંપનીમાં ટ્રક ડ્રાઇવિંગ કરતો હોય અને કંપનીના ટ્રકમાં ભરેલ સામાનની છેતરપીંડી કરી ટ્રકનો માલ બારોબાર વેચી નાંખી ટ્રક બિનવારસુ મુકી ગુનો આચરી છેલ્લા ૧૪ વર્ષથી પોતાનું ખોટુ નામ મહેશસિંહ સાવજસિંહ નામ ધારણ કરી ખોટા નામના બનાવટી ડોક્યુમેન્ટ બનાવી યુપીના પ્રયાગરાજ ખાતે રહેતી ચંદાસિંગ સાથે બીજા લગ્ન કરી રહેતો હોય અને ટ્રક ડ્રાઇવીંગ કરતો હોય તેમજ હાલ તે સુરતના ઓલપાડ વિસ્તારમાં હોવાની ટેકનિકલ તથા હયુમન સોર્સીસથી હકીકત મળતા પો.સબ ઇન્સ.એ.સી.સિંધવ, એ.એસ.આઈ. નરેન્દ્રભાઈ કછોટ,પો.હે.કો.નરેન્દ્રભાઇ પટાટ તથા ડ્રા.એ.એસ.આઇ. નિલેશગીરી નાઓ સુરત ઓલપાડ વિસ્તાર ખાતે જઈ ટ્રક ડ્રાઇવર તરીકેનો વેશ પલટો કરી ટુકડ્રાઇવરની જરૂર હોય તેવી વાતો કરી સચોટ માહીતી મેળવી વોચ રાખી આરોપીને પકડી પાડેલ છે.
આ ગુનાનો આરોપી વર્ષોથી ટ્રક ડ્રાઇવિંગનો ધંધો કરતો હોય અને ટ્રકના માલીકનો સામાન બારોબાર વેચી નાંખી ટ્રક બિનવારસુ મુકી છેતરપીંડી કરી રાજયમાં અલગ અલગ જગ્યાએ નાશી જવાની ટેવ ધરાવે છે અને હાલમાં યુ.પી.ના પ્રયાગરાજ ખાતે પોતાનું નામ બદલી રહેતો હોય અને ડ્રાઇવિંગના કામે સુરત ખાતે આવતા પકડાઇ ગયેલ છે. આ ગુન્હો કર્યા પછી આરોપી પોતાની પત્ની બાળકોને છોડી બીજા લગ્ન કરી યુ.પી.માં તેના બીજા પરીવાર સાથે રહે છે.

એલ.સી.બી. ઈ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ.ઇન્સ.એ.સી.સિંધવ એ.એસ.આઇ.નરેન્દ્રભાઈ કછોટ, રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.હે.કો.નરેન્દ્રભાઈ પટાટ, ડ્રા.એ.એસ.આઇ. નિલેશગીરી નિમાવ સહીત જોડાયેલ.