ડો.સુશીલા કેલ્લાની વર્ષ 2025-26ના લેડીઝ ક્લબના પ્રમુખ પદે વરણી કરાઈ
Ahmedabad,તા.27
હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની અમદાવાદ મેડિકલ એસોસિયેશનના વર્ષ 2025-26ના લેડીઝ ક્લબના પ્રમુખ પદે ડો.સુશીલા કેલ્લા અને તેમની ટીમનાં અન્ય હોદ્દેદારોની વરણીનો શપથવિધિ સમારોહનું આયોજન તા.26.9.2025ને શુક્રવારના રોજ આર.એમ.ફોજદાર હોલ-અમદાવાદ મેડિકલ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.આ શપથવિધિ સમારોહનાં મુખ્ય મહેમાન પદે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન એન્ડ મેનેજીંગ ડિરેક્ટર ડો.નીતિન સુમંત શાહ ઉપસ્થિત રહ્યા હતા. જયારે મુખ્ય અતિથિ પદે GSB IMAના પ્રેસિડેન્ટ ડો.મેહુલ શાહ અને નેશનલ પ્રેસિડેન્ટ ઓફ વુમન ડોક્ટર્સ વિંગના પાસ્ટ પ્રેસિડેન્ટ-AMAના ડો.મોના દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ શપથવિધિ સમારોહના ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે AMAના પૂર્વ પ્રમુખ ડો.પ્રજ્ઞેશ વછરાજાની ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ડો.સુશીલા કેલ્લાએ મહિલા લેડીઝ કલબના પ્રમુખ પદ ગ્રહણ કર્યા પછી પોતાનાં પ્રાસંગિક પ્રવચનમાં નારી સશક્તિકરણ ઉપર વિશેષ ભાર મુક્યો હતો અને આગામી દિવસોમાં લેડીઝ ક્લબ દ્વારા મહિલાઓનાં આરોગ્ય, શિક્ષણ, સામાજીક તેમજ અન્ય બાબતો વિશે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તે વિશે જાણકારી આપી હતી.