Upleta, તા.5
ઉપલેટાના વડેખણમાં પૈસાની લેતી દેતીમાં ડખ્ખો થયો હતો. જેમાં ગીરીશ સાણી પર કાળા રબારીએ તલવારથી હુમલો કરતા ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની મળતી વિગત મુજબ, ગીરીશભાઈ રતિલાલ સાણી (ઉંમર વર્ષ 52, રહે. વડેખણ ગામ, તાલુકો ઉપલેટા) ગઈકાલે બપોરે 1:30 વાગ્યા આસપાસ પોતે રમણીકભાઈની વાડીએ હતા.
ત્યારે સામેવાળા કાળા રબારીએ કોઈ કારણોસર ઝઘડો કરીને તલવાર વડે હુમલો કરતા માથામાં, શરીરે ઈજા થઈ હતી. ગીરીશભાઈને પ્રથમ ઉપલેટા સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાયાવદર પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા અને કાર્યવાહી કરવા તજવીજ હાથ હતી. ગીરીશભાઈ ખેતી કામ કરે છે. કાળા રબારી સાથે પૈસાની રહેતી હતી બાબતે માથાકૂટ થઈ હોવાનું જાણવા મળે છે.