Mumbai,તા.11
તબુ સાઉથની એક ફિલ્મમાં નેગેટિવ રોલ કરવાની છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ તેનો સહકલાકાર છે.
આ ફિલ્મ પેન ઈન્ડિયા ધોરણે બનાવાઈ રહી છે. ફિલ્મનું દિગ્દર્શન જગન્નાથ પુરી કરવાના છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિંદી, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચૂક્યાની જાહેરાત તબુએ સોશિયલ મીડિયા પર કરી હતી.
એક સમયની મેઈન સ્ટ્રીમની હિરોઈન તબુને નેગેટિવ શેડ્સ ધરાવતા રોલ ફાવી ગયા છે. અગાઉ તે ‘દ્રશ્યમ’, ‘મકબૂલ’ તથા ‘અંધાધૂંન’ સહિતની ફિલ્મોમાં નેગેટિવ રોલ કરી ચૂકી છે.