Bhavnagar,તા.05
ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનેગારો સામે કડક હાથે કામગીરીના ભાગરૂપે મહુવા પોલીસે તળાજા તાલુકાના અલંગ ગામનો મનસુખ રૂપાભાઈ ઉનાવા નામના બુટલેગર વિરુદ્ધ જિલ્લા પોલીસવાળા ડોક્ટર હર્ષદ પટેલે કરેલી પાસાની દરખાસ્તને જિલ્લા કલેકટરે મંજૂરીની મહોર મારતા જે વોરંટ ની મહુવા પોલીસ મથકના પીઆઇ કે એસ પટેલ હેડ કોન્સ્ટેબલ બીજી પંડ્યા અને કેયુ ભાદરકા સહિતના સ્ટાફે બજવણી કરી તળાજાના અલંગ ગામનો મનસુખ રૂપા ઉનાવા ની અટકાયત કરી ભુજની પાલારા જેલમાં ધકેલવા તજવીજ ધરી છે.