New Delhi,તા.16
મેદસ્વીતા જેવી બિમારીઓને કાબુમાં લેવા ટ્રાન્સલેટ તથા સુગરની વધુ પડતી માત્રા ધરાવતાં સમોસા-જલેબી જેવી ચીજો પર ચેતવણીનાં લેબલ લગાવવાની વાત ખોટી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સરકારી સંસ્થાનોમાં માત્ર તેનું પ્રમાણ દર્શાવતા બોર્ડ લગાવવાની સલાહ આપતી માર્ગદર્શિકા જારી કરી છે.
પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે સમોસા-જલેબીમાં ચેતવણીના લેબલ લગાવવાની વાતમાં તથ્ય નથી આરોગ્ય મંત્રાલયે કોઈ સુચના જારી કરી નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની જોકે એક એડવાઈઝરી જારી કરી હતી. તેમાં ભારતમાં ઝડપથી વધી રહેલી મેદસ્વીતા જેવી બિમારી તથા જીવનશૈલી સંબંધી રોગને નિયંત્રણમાં લેવા પહેલ કરવામાં આવી છે.
જે અંતર્ગત સમોસા-જલેબી સહિતની ખાદ્યચીજોમાં તેલ, ખાંડનુ પ્રમાણ કેટલુ છે તે બોર્ડ પર દર્શાવે છે.કચેરીઓ, સ્કુલો, તથા જાહેર સ્થળોએ તેલ અને સુગર બોર્ડ મારફત આ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવે જેનાથી લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈ શકે.