Gondal તા.૨૩
ગોંડલ માં આવેલી ગુંદાળા ચોકડીથી ગુંદાળા ગામે જવાના રોડ ઉપર ગુંદાળા ચોકડી પાસે વિજ પોલ ને અડીને આવેલી હોટલ જોખમી બની હોય આ ગેરકાયદેસર બાંધકામ હોવાથી તત્કાલ દુર કરવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્રારા મામલતદાર ને તાકીદ ની રજુઆત કરાઇ છે.તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિહ ઝાલાએ મામલતદાર ને રજુઆત કરી જણાવ્યુ કે ગુંદાળા ચોકડી ગુંદાળારોડ પરઆશરે ૧૦૦ મીટર દુર રોડની જમણી બાજુ જી.ઈ.બી. નો ૬૬ કે.વી. નો વિજપોલ આવેલો છે. ગુજરાત વિજળી અધિનીયમના કાયદા અનુસાર ૬૬ કે.વી. વીજપોલથી અમુક અંતર સુધિ કોય પણ પ્રકારનુ પાકુ કે કાચુ બાંધકામ ન થઈ શકે પરંતુ અમુક લોકોએ ૬૬ કે.વી. વીજપોલને ફરતે એકદમ નજીક વિજપોલને ફરતે ચારે બાજુથી બીનકાયદેસર સ્ટ્રકચર ઉભુ કરીને ’જોખમ’ નામની હોટલ ઉભી કરાઇ છે.જે બીન કાયદેસર હોય જો અકસ્માત થાય તો લોકોના જાન માલ ને મોટું નુકસાન થાય તેમ છે. આ બાંધકામને તાત્કાલિક અસરથી દુર કરી અને આ બાંધકામ કરનારા ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા રજુઆત માં જણાવાયુ છે.
વધુમાં જણાવાયુ કે આ બાંધકામ કરનાર ઈસમો જાણે તંત્રને ખુલ્લો પડકાર ફેંકતા હોય તે રીતે હોટલનુ નામ પણ જોખમ રાખીને જાણે મોટો અકસ્માત થાય અને લોકોને જીવન જોખમ માં મુકાય તેવું જાણતા હોવા છતા જાણે તંત્રની કોઈ બીક જના હોય તે રીતે વર્તન કરી રહ્યા હોય તાત્કાલીક કડક કાર્યવાહી કરીને આવા માથાભારે તત્વોને કડક પગલા લેવા જણાવાયુ છે.