Jasdan, તા. 29
જસદણ તાલુકા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 350થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ, પ્રાણાયામ અને ધ્યાન અંગેની મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કો-ઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કો-ઓર્ડિનેટર શ્રીમતી વંદનાબેન રાજાણી તથા જિલ્લા કો-ઓર્ડિનેટર હિતેશભાઈ કાચા દ્વારા યોગ, પ્રાણાયામ અને ધ્યાનથી સ્વાસ્થ્યને કેવી રીતે સશક્ત બનાવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજન યોગ કોચ નીતાબેન મહેતા અને ટ્રનેરો દ્વારા કરાયું હતું.
આ યોગ શિબિરમાં નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી, જસદણ સ્ટેટ રાણી સાહિબા શ્રીમતી અલૌકિકા બા ખાચર શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ વિશેષ ઉપસ્થિત રહી યોગ સાધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

