Mumbai,તા.8
તમન્ના ભાટિયા તેની ફિટનેસ માટે પ્રખ્યાત છે. તેણે પ્રાઇમ વીડિયો સિરીઝ ’ડુ યુ વોન્ટ પાર્ટનર’માં તેના કામથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. તે ટૂંક સમયમાં અજય દેવગણ અને સંજય દત્ત સાથે ’વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ અને ’રેન્જર’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.
તમન્ના દૈનિક વર્કઆઉટ બતાવે છે કે તે તેનાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી વિશે કેટલી કાળજી રાખે છે. તમન્ના ભાટિયા ઘણાં લોકો માટે ફિટનેસનું ઉદાહરણ છે અને તે તેની મહેનત માટે જાણીતી છે.
એનાં ફિટનેસ ટ્રેનરે તાજેતરમાં તમન્નાની રોજિંદી વર્કઆઉટ દર્શાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ટ્રેનરે તેનાં સમર્પણની ખૂબ પ્રશંસા કરી. ટ્રેનરે એમ પણ કહ્યું કે ઘણી ડાન્સ પ્રેક્ટિસ કર્યા પછી પણ તે પોતાનું રોજિંદા વર્કઆઉટ પૂર્ણ કરે છે.
કી વર્કઆઉટ ક્ષણો :-
ટ્રેનરે તમન્નાની ડમ્બેલ્સ સાથે સ્ક્વોટ્સ કરતી ક્લિપ અપલોડ કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, “ઓહ કંઇ નહીં… માત્ર તમન્ના ભાટિયા 90 મિનિટ ડાન્સ કર્યા બાદ સીધી ટ્રેનિંગ પર આવી છે. અને તે જ દેખાય છે. જવાબમાં, અભિનેત્રીએ પોસ્ટને ફરીથી શેર કરી અને લખ્યું, “નો પેઈન નો ગેઇન.” ’
તમન્ના ભાટિયા ફિટનેસ અને ફૂડ પર :-
અગાઉ સિદ્ધાર્થ સિંહ સાથેની વાતચીતમાં તમન્નાએ ખુલાસો કર્યો હતો કે તેની દિનચર્યામાં ફિટનેસ કેટલી મહત્વની છે. તેમણે કહ્યું, “આ કરવા માટે બીજો કોઈ રસ્તો નથી. ખાવા-પીવા, અલબત્ત, નિયંત્રિત કરવું પડશે. પરંતુ તમે વર્કઆઉટને કંઈપણ સાથે બદલી શકતાં નથી. તમારે કસરત કરવી જ પડશે.
તમન્ના ભાટિયાની આગામી ફિલ્મો :-
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તમન્ના આગામી થ્રિલર ફિલ્મ ’વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’માં જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનીત આ ફિલ્મ 2026માં થિયેટરોમાં રજૂ થવાની છે. અભિનેત્રીને જગન શક્તિની દિગ્દર્શિત ફિલ્મ ’રેન્જર’ માટે પણ સાઇન કરવામાં આવી છે. આ એક્શન ડ્રામામાં તે અજય દેવગણ અને સંજય દત્ત સાથે તે જોવા મળશે.