Tamil Nadu, તા.4
તામિલનાડુમાં એક ફટાકડા ફેક્ટરીમાં ભારે આગના કારણે સંખ્યાબંધ લોકો તેમાં ફસાઇ ગયા હતા અને છેલ્લા સમાચાર મુજબ 6 લોકોના મોત થયા છે.
રાજ્યના વિરુધ્ધનગર જિલ્લામાં ફટાકડા ઉત્પાદન માટેની અનેક ફેક્ટરીઓ આવેલી છે અને તેમાં અવાર-નવાર આ પ્રકારે અકસ્માત થતાં રહે છે.
સત્તુર ઇલાકામાં એક ફટાકડા ફેક્ટરીમાં આજે સવારે આગ લાગતા ચાર રૂમમાં કામ કરતાં લોકો ફસાયા હતા અને તેમાં 6 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે અને મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.