Morbi,તા.25
લજાઈ ગામે રહેતા ૩૨ વર્ષીય યુવાનના ઘર બહાર રાખેલ દોઢ લાખની કિમતની રીક્ષા અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ટંકારા તાલુકાના લજાઈ ગામે ઝાપા વાળી શેરીમાં રહેતા અજરૂદિન વલીભાઈ હેરંઝાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૩ ના રોજ રાત્રીથી સવાર દરમિયાન અજાણ્યો ઇસમ ફરિયાદીની રીક્ષા જીજે ૩૬ યુ ૮૯૭૬ કીમત રૂ ૧,૫૦,૦૦૦ વાળી ચોરી કરી ગયો છે ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે