Tankara,તા.26
ટંકારાની નાલંદા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કલામહાકુંભ યોજાયો હતો. જેમાં મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના શિક્ષિકા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું હતું. આ કલા મહાકુંભમાં પ્રાથમિક શાળાના શિક્ષિકા સોલંકી હેતલબેન એક પાત્રીય અભિનયમાં 21 થી 59 ની વયજૂથ માં પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યા. જ્યારે ઝાલા અક્ષિતાબા સહદેવ સિંહ 6 થી 14 વર્ષની કેટેગરીમાં દ્વિતીય નંબર મેળવી વિજેતા બન્યા. ઝાલા જાનવીબા મયુરધ્વજસિંહ તૃતીય નંબરે વિજેતા બન્યા .આ ક્ષણ શાળા માટે ગૌરવવંત રહી. વિજેતાઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
Trending
- ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી…!!
- ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!
- ટેરિફ બાદ નિકાસકારો નવા બજારો તરફ વળ્યા, ૨૪ દેશોની નિકાસમાં વધારો…!!
- મ્યુચ્યુઅલ ફન્ડોનું IPO થકી ઈક્વિટીમાં અંદાજીત રૂ.૨૨૭૫૦ કરોડનું રોકાણ…!!
- ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓનો વધતો ઉત્સાહ…!!
- વાર્ષિક રાશિ ભવિષ્ય
- 22 ઓક્ટોબર નું પંચાંગ
- 22 ઓક્ટોબર નું રાશિફળ

