Morbi,તા.20
બંગાવડી ગામે વગર ડીગ્રીએ મેડીકલ પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરોને ઝડપી લેવા પોલીસ ટીમો કાર્યરત હોય દરમિયાન ટંકારા પોલીસે બાતમીને આધારે બંગાવડી ગામે ડો. જે.કે.ભીમાણીના ભાડાના મકાનમાં રેડ કરી હતી જ્યાં આરોપી એલોપેથી દવા આપવાની કોઈ ડીગ્રી ના હોવા છતાં મેડીકલ પ્રેક્ટીસ કરી ભોળી જનતાને છેતરી એલોપેથી દવાઓ આપતો હતો પોલીસે રેડ દરમિયાન એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન સહીત કુલ રૂ ૧,૩૬,૪૮૩ નો મુદામાલ જપ્ત કરી આરોપી જયકિશન કાંતિભાઈ ભીમાણી (ઉ.વ.૩૨) રહે ટંકારા ઇન્દ્રપ્રસ્થ વાળાને ઝડપી લઈને ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે