Morbi,તા.11
સજનપર ગામમાં પાણીના સંપ નજીક એક ઇસમેં શેરીમાંથી નીકળવાનું નથી કહીને યુવાનને લાકડી વડે માર મારી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ના રહેવાસી મેરૂભાઈ વિનોદભાઈ પાટડીયા (ઉ.વ.૨૪) નામના યુવાને આરોપી મયુર જેન્તી પરેચા રહે ઘુનડા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી મયુરને અગાઉ મેરૂભાઈ સાથે માથાકૂટ થઇ હતી જેનો ખાર રાખીને સજનપર ગામે પાણીના સંપ પાસે આરોપીએ આવી યુવાનને શેરીમાંથી નીકળવાનું નથી કહીને ગાળો આપી લાકડી વડે માર મારી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે