Morbi,તા.26
નેસડા ગામના રહેવાસી આધેડ માનસિક અસ્થિર હોય જે ઘરેથી નીકળી ગયા બાદ ગામમાં આવેલ વાડીના કુવામાં કુદી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામના રહેવાસી મહેશભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૪૪) વાળા ગત તા. ૨૪ ના રોજ વહેલી સવારે માનસિક અસ્થિરતાને કારણે ઘરેથી નીકળી ગયા હતા અને સીમમાં આવેલ વાડીના કુવામાં પોતાની જાતે કુદી જતા કુવાના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે