Morbi,તા.20
દીપાવલી પર્વની સૌ કોઈ ઉજવણી કરી રહ્યું છે ત્યારે નિરાધાર બાળકો પણ દિવાળીની ખુશી માણી સકે તેવા હેતુથી ટંકારા પોલીસે નિરાધાર બાળકો સાથે દીપાવલી પર્વની ઉજવણી કરી હતી
ટંકારા પોલીસ સ્ટાફ અને શી ટીમ ખાખરા ગામે આવેલ બાળ આશ્રમ પહોંચી હતી જ્યાં નિરાધાર બાળકોને દિવાળીના તહેવાર નિમિતે ફટાકડા અને મીઠાઈઓ આપી ઉજવણી કરવામાં આવી હતી નિરાધાર બાળકો ફટાકડા ફોડી અને મીઠાઈની ભેટ મેળવી ખુશ જોવા મળ્યા હતા ટંકારા પોલીસે સાચા અર્થમાં દિવાળીની સાર્થક ઉજવણી કરી હતી