Morbi,તા.26
ટંકારા પોલીસ મથકમાં એનડીપીએસ/શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા વોરંટ ઈશ્યુ થતા ટંકારા પોલીસે આરોપીને પાસા હેઠળ ડીટેઈન કરી વડોદરા જેલ ધકેલ્યો છે
ટંકારા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ તથા શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી નિજામ ઈબ્રાહીમ જુસબ આમરોણીયા રહે કલ્યાણપર રોડ, સો વારીયા પ્લોટ ટંકારા વાળાનું પાસા વોરંટ ઈશ્યુ થયું હતું જેથી ટીમ બનાવી નિજામ આમરોણીયાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યો છે