Morbi,તા.07
ગારીડા ગામ નજીક નેશનલ હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ટેન્કર અથડાતા ટેન્કર ચાલકને ઈજા પહોંચી હતી બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
ઉત્તરપ્રદેશના અમેઠીના રહેવાસી મોહમદ જીબરાઈલ મોહમદ મજીદે ટ્રક જીજે ૩૬ વી ૫૨૮૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી ટ્રક ચાલકે રાત્રીના સમયે ગારીડા ગામ પાસે નેશનલ હાઈવે પર પોતાનો ટ્રક રાત્રીના સમયે કોઈ રીફ્લેકટર કે આડશ મુક્યા વગર સાઈડ લાઈટ ચાલુ કર્યા વગર રોડ પર રાખતા ફરિયાદીનું ટ્રક ટેન્કર જીજે ૧૨ બીએક્સ ૭૨૭૯ ટ્રક પાછળ અથડાતા ફરિયાદી મોહમદને બંને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા અને શરીરે સામાન્ય ઈજા પહોંચી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે