Tap,તા.29
તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર આજે સવારે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત સરવાડા અને દેવાડા ગામ વચ્ચે થયો હતો.
સવારે બનેલી આ દુર્ઘટનામાં સરવાડા ગામના દગાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અને દેવાડા ગામના સંદિપ સિતારામ ઠાકરેનું મોત થયું હતું. બંને બાઈકચાલકો હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં તેમને જીવલેણ ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમણે દમ તોડ્યો હતો.
આ ઘટના અંગે વધુ વિગતો મેળવવા અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી બંને ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.