New Delhi,તા.1
અમેરિકા દ્વારા લાગુ થઈ રહેલા 25 ટકા રીસિપ્રોકલ ટેરીફથી ભારતની અર્થ વ્યવસ્થાને આંચ આવશે. પરંતુ વિશેષજ્ઞોનું કહેવુ છે કે જીડીપીને માત્ર 0.2 થી 0.3 ટકા જ ઝટકો લાગવાનું રિસ્ક છે.
બીજી બાજુ ટેકસ ટાઈલથી માંડીને સેકટરોનાં લોકો નિકાસ પર મોટી અસર પડવાનો ભય દર્શાવી રહ્યા છે.નિકાસકારોનું કહેવુ છે કે રશીયાનું તેલ ખરીદવા પર પેનલ્ટીનું પિકચર સ્પષ્ટ ન થવાથી અમેરીકી આયાતકારો ઓર્ડર હોલ્ડ કરવા લાગ્યા છે.
જીડીપી પર અસર
સક્ષમ વેલ્થ ડાયરેકટર સમીર રસ્તોગીએ કહ્યું હતું. ઈન્ડીયન ઈકોનોમી નિકાસ આધારીત નથી. જીડીપીનાં લેવલ પર અમેરીકાને નિકાસ બે ટકાની નજીક જ છે. તેમાં કોઈ કમી પણ હોય તો પણ જીડીપી પર મામુલી અસર થશે. ટ્રમ્પની પ્રેસર પોલીટીકસે વ્યાપાર પર વાતચીત વ્યવસ્થિત હેન્ડલ કરવી પડશે.
બેન્ક ઓફ બરોડાનાં ચીફ ઈકોનોમીસ્ટ મદન સબનવીસે કહ્યું હતું. જયારે 26 ટકા રેસીપ્રોકલ ટેરીફની જાહેરાત થઈ હતી ત્યારે અમે જીડીપી પર 0.2 ટકા આંચ આવવાનું અનુમાન કર્યું હતું. અમે તેના પર કાયમ છીએ.
એટલે અમે જીડીપી ગ્રોથ માટે 6.4 કે 6.6 ટકાનું અનુમાન લગાવ્યુ હતું. જેમાં નીચલુ સ્તર ટેરીફ રેટ લગાવવા સાથે જોડાયેલુ હતું મેટ્રો લેવલ પર વધુ અસર નહિં પડે.કારણ કે દેશની પ્રથમ ગ્રોથ સ્ટોરી દમદાર બનેલી છે.
નિકાસ પર અસર
સબનવીએ કહ્યું હતુંચ કે ગાર્મેન્ટસ રત્ન-આભુષણ, ઓટો પાર્ટસ, ચામડુ જેવા અમેરિકાને નિકાસ કરનારા સેકટરોએ તેમની રણનીતિ નવેસરથી બનાવવી પડશે.
ઈલેકટ્રોનિકસ પર હજુ સ્થિત સ્પષ્ટ નથી. અસલ મામલે એ છે કે વિયેતનામ પર 20 ટકા, કોરીયા પર 15 ટકા અને ઈન્ડોનેશીયા પર 19 ટકા ઓછો ટેરીફ છે અને આ બધા દેશો ભારતના મુખ્ય હરીફો છે.
શૂં કહે છે નિકાસકારો
નિકાસકારોનાં સંગઠન એફઆઈઈઓનાં પ્રેસીડેન્ટ એસ.સી, રલ્હને જણાવ્યું હતું કે અમને માહીતી મળી રહી છે કે અમેરીકી ખરીદનારાઓ ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે.આ આપણા માટે ચિંતાની વાત છે.એફઆઈઈઓના ડીજી ડો.અજય સહાયે જણાવ્યું હતું કે પેનલ્ટીની સ્થિતિ સ્પષ્ટ નહિં થવાથી અનિશ્ચિતતાની સ્થિતિ છે.
અમેરીકી આયાતકાર અને ભારતીય નિકાસકાર બન્ને માટે લેન્ડીંગ કોસ્ટ અને બીજી વસ્તુઓનું આકલન કરવુ મુશ્કેલ બનશે.સબનવીસે કહ્યું હતું. એમએસએમઈ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. તેને મદદ કરવાની જરૂર પડી શકે છે.
25 ટકા ટેરિફથી ભારતના વાહન ઉદ્યોગને થઈ શકે છે નુકશાન
ભારતના કુલ ઓટોપાર્ટસનાં નિકાસમાં એકલા અમેરીકામાં 30 ટકા હિસ્સો
નવી દિલ્હી: અમેરિકા દ્વારા 25 ટકા ટેરીફની જાહેરાતથી વાહન ઉદ્યોગને સૌથી વધુ અસર પડી શકે છે. ભારતથી કુલ નિકાસ થતા ઓટો સ્પેરપાર્ટસનો લગભગ 30 ટકા ભાગ એકલા અમેરિકામાં જાય છે જેની કિંમત લગભગ 2 થી 2.6 અબજ ડોલર વચ્ચે છે. ભારતની કંપનીઓ અમેરિકાને ઓટો પાર્ટસની સપ્લાય કરે છે. જેમાં હવે ઘટાડો થવાની આશંકા છે.
અમેરીકા દ્વારા લગાવવામાં આવેલ આયાત ચાર્જ વૈશ્વિક ઓટો ઉદ્યોગની સપ્લાય ચેનને બાધીત કરી શકે છે. આથી અમેરીકામાં વાહનોની કિંમત વધી શકે છે. ભારતમાં બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ (બીકેટી) અને સીઈએટી પર અસર પડી શકે છે. બીકેટીને લગભગ 17 ટકા આવક અમેરીકાથી આવે છે.આયાત ચાર્જ લગાવ્યા બાદ મુલ્યમાં 15-20 ટકા વધારો થઈ શકે છે.
ટેરીફના ઝટકાની શેરબજાર પર કોઈ મોટી અસર નહિં
મુંબઈ: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી ભારત પર 25 ટકા ટેરિફનાં એલાનની ભારતીય શેરબજાર પર કોઈ ખાસ અસર નહોતી જોવા મળી ગુરૂવારે શેરબજારનાં મહત્વના બેન્ચ માર્ક ઈન્ડેકસ સેન્સેકસ અને નિફટીમાં મામુલી ઘટાડો નોંધાયો હતો. જોકે નબળી શરૂઆત છતાં ઈન્ડકસે સાચી રિકવરી કરી પરંતુ ટ્રેડીંગ સેશન પુરી થતાં વેચવાલીનું દબાણ ફરી દેખાવા લાગ્યુ હતું.
બીએસએ સેન્સેકસ 293.28 અંક (0.63 ટકા) ઘટીને 81.185 પર બંધ થયો હતો.જયારે એનએચઈ નિફટી 86.70 અંક (0.35 ટકા) ઘટીને 24,768,35 પર આવી ગયો.
રેલીગેવર બ્રોકીંગ લિમીટેડનાં સિનિયર વીપી (રિસમાં) અજીત મિશ્રા અનુસાર અમેરીકી રાષ્ટ્રપતિનાં ભારત પર ટેરિફનાં એલાનથી શરૂઆતમાં શેરબજારમાં ગભરાટ જોવા મળ્યો હતો પણ બાદમાં બધા સેકટરોનાં મોટા મોટા શેરોમાં ધીરે ધીરે રિકવરીથી ઈન્ડેકસ થોડીવારમાં પોઝીટીવ થઈ ગયો હતો.