New Delhi તા.28
અમેરિકાએ લાદેલા 50 ટકા ટેરિફથી દેશની આર્થિક દરની ગતિ નાણાંકીય વર્ષ 2025-26 ની પ્રથમ ત્રિમાસીકમાં થોડી ધીમી પડી શકે છે અને તે 6.7 ટકા પર રહેવાનું અનુમાન છે. સર્વેક્ષણમાં સામેલ દેશના 22 અર્થશાસ્ત્રીઓએ આ સંભાવના દર્શાવી છે. જાન્યુઆરી-માર્ચની ગત ત્રિમાસીકમાં વૃધ્ધિ દર 7.4 ટકા હતી અમેરિકી ટેરિફની અસર પણ દેખાઈ શકે છે.જીડીપીના આંકડા મુજબ ગુરૂવારે જાહેર કરાશે.
સર્વે મુજબ પ્રથમ ત્રિમાસીકમાં વૃદ્ધિ દરનું સુસ્ત પડવાનું મુખ્ય કારણ શહેરી માંગમાં કમજોરી પ્રાઈવેટ મૂડી રોકાણમાં સુસ્તી અને ઔદ્યોગીક ગતિવિધીઓમાં મંદી રહી હતી. અર્થશાસ્ત્રીઓએ પ્રથમ ત્રિમાસીક માટે જીડીપી વૃધ્ધિનું અનુમાન 6.2 ટકાથી 7.0 વચ્ચે કરાયું છે,. સરેરાશ અનુમાન 6.7 ટકાનું ચે. ડીબીએસ બેન્ક અનુસાર સરકારી ખર્ચમાં તેજીથી અર્થ વ્યવસ્થાને સહારો મળ્યો પણ ઔદ્યોગીક ઉત્પાદનની સુસ્તીએ શહેરી માંગને અસર કરી. આ પહેલા રિસર્ચ અને આરબીઆઈએ ટેરિફનું આકલન કરતાં પ્રથમ ત્રિમાસીક વૃધ્ધિ દરના 6.6 થી 7.0 ટકા વચ્ચે રહેવાનું અનુમાન વ્યકત કર્યું છે.