New Delhi, તા.6
મુંબઈ આવકવેરા અપીલીય ટ્રિબ્યુનલે એક કેસમાં એક મહત્વનો ફેસલો આપતા કહ્યું છે કે, જો કોઈ કરદાતા ભુલથી ખોટું આઈટીઆર ફોર્મ ભરી દે છે તો તેને જાણી જોઈને કરવામાં આવેલી ભુલ કે ગંભીર ભંગ નહી કહી શકાય. આ માત્ર એક પ્રક્રિયાત્મક ત્રુટી છે અને એના કારણે તેના કરમુક્તિના દાવાને ફગાવી ન શકાય.
ટ્રીબ્યુનલે કેસને બીજીવાર તપાસ માટે આકલન અધિકારી પાસે મોકલી દીધો છે. મામલો એક સંસ્થા સાથે જોડાયેલો હતો, જેણે આઈટીઆર-7 દાખલ કરેલું, જયારે તેના માટે ખરું ફોર્મ આઈટીઆર-5 હતું. સંસ્થાએ કરમુક્તિનો દાવો કર્યો હતો. પરંતુ આ છૂટ એમ કહીને ફગાવી દેવામાં આવી હતી કે ખોટુ ફોર્મ ભરવાથી દાવો અમાન્ય થઈ ગયો છે.
સંસ્થાએ કહ્યું હતું કે, ખોટું ફોર્મ ભરવું કોઈ પ્રકારની છેતરપીંડી નહોતી, બલકે તે એક સામાન્ય માનવીય ભુલ હતી પરંતુ આવકવેરા અધિકારી અને અપીલીય ઓથોરિટીએ તેને ગંભીર ભુલ માનીને કરમુક્તિ આપવાનો ઈન્કાર કર્યો હતો.
કરદાતાનો અધિકાર ન છીનવી શકાય
ટ્રીબ્યુનલે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કહ્યું હતું કે, કરદાતાએ બધી જરૂરી જાણકારી અને ડોકયુમેન્ટસ સાચી રીતે જમા કર્યા છે. માત્ર ખોટું ફોર્મ ભરવાના કારણે કોઈનો કાનુની અધિકાર છીનવી ન શકાય. અદાલતે કહ્યું હતું કે આવકવેરા કાયદાનો ઉદેશ કરચોરી પકડવાનો છે. નહીં કે ટેકનીકલ ભુલો પર સજા દેવાનો.

