Morbiતા.12
મોરબી મહાનગરપાલિકા દ્વારા ઈ-નગર સોફ્ટવેરમાં આવતી મુશ્કેલીઓ નિવારવા અને વિવિધ સેવાઓ માટે વપરાતા સોફ્ટવેરના ડેટા વેરીફીકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સોફ્ટવેરમાં ડેટા વેરીફીકેશન થયેથી શહેરીજનોને આપવામાં આવતી ઓનલાઈન સેવાઓ સરળતા અને ઝડપથી મળી શકશે અને ઓનલાઈન પેમેન્ટ સરળતાથી કરી શકાશે
ડેટા વેરીફીકેશન કમીગીર ૨૦ જુલાઈ સુધી ચાલશે જે સમયગાળા દરમિયાન પ્રોપર્ટી ટેક્ષ, વ્યવસાય વેરો અને ગુમાસ્તા ધારાની ફી ઓનલાઈન કે ઓફલાઈન ભરી શકશે નહિ અને ઈ નગર મારફત આવતી જાહેર જનતાની ફરિયાદની નોંધણી થઇ શકશે નહિ જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે