New Delhi, તા.15
ઓલા અને ઉબેર જેવી ટેકસી એપનો ઉપયોગ વધી રહ્યો છે. પરંતુ આ સેવાઓ સામે લોકોની ફરિયાદો પણ વધી છે.એક સર્વેમાં બહાર આવ્યું છે કે દેશમાં 10 માંથી 8 લોકો `ડાર્ક પેટર્ન’ એટલે કે એપની ચાલબાજીથી પરેશાન છે.
લોકલ સર્વેમાં એ વાત બહાર આવી છે કે, ટેકસી એગ્રીગેટર પ્લેટફોર્મ (જેમ કે ઓલા-ઉબેર વગેરે પર યુઝર્સને જાસો આપવો, જબરદસ્તીથી કેન્સલ કરાવવુ, વારંવાર ટોકવુ અને એપની ડિઝાઈનમાં હેરફેર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સર્વેમાં સામેલ 59 ટકા એપ ટેકસી યુઝર્સનું કહેવુ છે કે તેમણે ડ્રિપ પ્રાઈસીંગનો સામનો કર્યો છે. મતલબ રાઈડ ખતમ થયા બાદ બિલમાં એવા ચાર્જ જોડી દેવામાં આવે છે જેના બારામાં અગાઉ નથી બતાવાયુ હોતુ.
આ અંગે કરવામાં આવેલ સર્વે મુજબ હિડન ચાર્જ વસુલવા મામલે 28 ટકા લોકોએ કહ્યું હતું-ઘણી વખત 31 ટકાએ કહેવુ કયારેક, 19 ટકાએ કહેલુ, કદાચ જ 14 ટકાએ કહેલુ કયારેય નહિં.;
જબરજસ્તીથી કેન્સલ કરાવી હતી તેવા પ્રશ્નના જવાબમાં 55 ટકાએ કહેલુ કયારેક, 35 ટકાએ કહેલુ કયારેક જ, 7 ટકાએ કહેલુ કયારેય નહિં. `બેટ એન્ડ સ્વિચ’ની ઠગાઈના બારામાં 66 ટકા લોકોએ કહેલુ ઘણીવાર, 20 ટકાએ કહેલુ. કયારેક, 4 ટકાએ કહેલુ કદાચ જ કયારેક, 7 ટકાએ કહેલુ કયારેય નહિં.
ખોટા મેસેજનાં બારામાં 56 ટકા લોકોએ કહેલુ ઘણીવાર, 22 ટકાએ કયારેક 11 ટકાએ કહેલુ કદાચ જ કયારેક 9 ટકાએ કહેલુ કયારેય નહિં.

