New Delhi તા.3
હવે નાણાકીય વર્ષમાં ફેરફારની સાથે સાથે આવકવેરા રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયામાં પણ ફેરફાર થયા છે. નાણાકીય વર્ષ 2025-26થી નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ મોડમાં લાગુ કરવામાં આવી છે. ઈન્કમટેકસ રિટર્ન દાખલ કરતી વખતે હવે આવકવેરા દાતાને ડિફોલ્ટ મોડમાં નવું આવકવેરા રિજીમ જોવા મળશે.
જો કોઈ આવકવેરા દાતા જૂના આવકવેરા રિજીમના આધારે આવક વેરો ભરવો છે તો તેણે તેમાં ફેરફાર કરી ઓલ્ડ સ્કીમથી આવકવેરો ભરવાની પ્રક્રિયા કરવી પડશે. તેમાં કરદાતાઓ પાસે ટેકસ રિજીમ પસંદ કરવાનો વિકલ્પ હશે. જેમને લાગે છે કે તેમના માટે જૂનો સ્લેબ ફાયદાકારક છે તો તે જૂની સ્લેબ વ્યવસ્થાને પસંદ કરી શકે છે.
સીએ આશિષ રોહતગી અને રશ્મિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોઈ વ્યાવસાયિક આવકવાળા પાત્ર વ્યક્તિઓ પાસે દરેક વર્ષ માટે વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ રહેશે. એટલે તેઓ એક નાણાકીય વર્ષમાં જૂની કર વ્યવસ્થા અને બીજા વર્ષમાં નવી કર વ્યવસ્થા પસંદ કરી શકે છે.
તેમણે જણાવ્યું છે કે જો કોઈ નોકરીદાતાએ પોતાના કર્મચારીનું જૂની વ્યવસ્થાથી ટીડીએસ કાપી લીધુ છે અને કર્મચારી ઈચ્છે તો નવા રિજીમ અંતર્ગત આઈટીઆર ફાઈલ કરી શકે છે.