Mumbai,તા.28
હોલિવૂડ સિંગર ટેલર સ્વિફ્ટે પોતાના લાંબા સમયથી બોયફ્રેન્ડ રહેલા ટ્રેવિસ કેલ્સી સાથે સગાઈ કરી લીધી છે. સિંગરે આ સગાઈની સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોઝમાં ટેલર સ્વિફ્ટ પોતાની ડાયમંડ રિંગ બતાવી રહી છે. ટ્રેવિસ અને ટેલરની આ રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે.
ટેલર અને ટ્રેવિસે તેમના ઇન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીરો શેર કરી છે. આ કપલે કુલ પાંચ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં ટેલર અને ટ્રેવિસ એકબીજા સાથે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. આ તસવીરો સાથે, કપલે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે, જેમાં જણાવ્યું છે કે, ‘તમારા અંગ્રેજીના ટીચર અને તમારા જીમના ટીચર લગ્ન કરી રહ્યા છે.’ટ્રાવિસ કેલસ એક ફૂટબોલ પ્લેયર છે. આ ઉપરાંત, તે ‘ધ કલર બ્રાન્ડ’ના સ્થાપક અને ‘ન્યૂ હાઈટ શૉ’ના હોસ્ટ પણ છે. ટેલર સ્વિફ્ટ સાથે તેમના સંબંધની શરૂઆત જુલાઈ 2023માં થઈ હતી, એટલે કે તેમના સંબંધને બે વર્ષથી વધુ સમય થઈ ગયો.વર્ષ 2023માં ટેલરના એરાસ ટૂર દરમિયાન ટ્રાવિસે તેને એક ફ્રેન્ડશિપ બ્રેસલેટ આપવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર તેનો ફોન નંબર લખેલો હતો. જોકે, તે આ આપી શક્યો ન હતો. આ પછી ટ્રાવિસે તેના પોડકાસ્ટ ‘ન્યૂ હાઈટ’માં ટેલર સ્વિફ્ટ પ્રત્યેના તેના લગાવનો ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ, બંનેએ એકબીજાના કામને સપોર્ટ કરવાનું શરૂ કર્યું અને પછી તેના સંબંધની શરૂઆત થઈ. હવે, આ સંબંધ સગાઈ સુધી પહોંચી ગયો છે અને જલ્દી જ તેઓ લગ્ન પણ કરશે. ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા બંનેને અભિનંદન આપી રહ્યા છે.ટ્રેવર સ્વિફ્ટનો જન્મ 13 ડિસેમ્બર, 1989ના રોજ થયો હતો, તે એક જાણીતી અમેરિકન ગાયિકા અને ગીતકાર છે. 2005 માં, તેણે Big Machine Records સાથે કરાર કર્યો અને 2006માં તેની પ્રથમ આલ્બમ રિલીઝ થઈ. ત્યારબાદ, 2008માં તેનું ‘Fearless’ નામનું આલ્બમ આવ્યું, જે ખૂબ જ લોકપ્રિય થયું. તેના ઘણા ગીતો, જેમ કે ‘Blank Space’ અને ‘Shake It Off’, યુટ્યુબ પર અબજો વખત જોવાઈ ચૂક્યા છે.