૧૩ વર્ષનો વૈભવ સૂર્યવંશી આ ૧૫ સભ્યવાળી ભારતીય ટીમનો ભાગ છે : ટુર્નામેન્ટ ૫૦ ઓવરનું ફોર્મેટ હશે
New Delhi, તા.૧૪
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં)એ ટીમ ઈન્ડિયામાં એક ૧૩ વર્ષના બેટરની એન્ટ્રી કરાવી દીધી છે. વાત જાણે એમ છે કે આ ખેલાડીને ભારતની અંડર ૧૯ એશિયા કપ ટીમમાં જગ્યા મળી છે. જે આ મહિને ૩૦ નવેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી યુએઈમાં યોજાવાનો છે.
મોહમ્મદ અમનની કેપ્ટનશીપ હેઠળ અંડર ૧૯ એશિયા કપ રમનારી ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ૧૩ વર્ષનો વૈભવ સૂર્યવંશી આ ૧૫ સભ્યવાળી ભારતીય ટીમનો ભાગ છે. આ એશિયા કપ ટુર્નામેન્ટ ૫૦ ઓવરનું ફોર્મેટ હશે.
ભારતે ઘરેલુ ક્રિકેટનો સારો અનુભવ ધરાવતા ખેલાડીઓની સાથે એક દમદાર ટીમની જાહેરાત કરી છે. વૈભવ સૂર્યવંશી અગાઉ બે યુવા ટેસ્ટ રમી ચૂક્યો છે. બંને આ વર્ષની શરૂઆતમાં ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ હતી. વૈભવે તે સિરીઝમાં એક ટેસ્ટમાં ૫૮ બોલમાં સદી ફટકારીને સિલેક્ટર્સને પ્રભાવિત કર્યા હતા. હવે તેને અંડર ૧૯ એશિયા કપની ટીમમાં જગ્યા મળી છે.
ભારતની આ અંડર ૧૯ ટીમમાં મુંબઈનો ઉભરતો ઓપનિંગ બેટ્સમેન આયુષ મ્હાત્રે પણ સામેલ છે. જેણે ઓક્ટોબરમાં રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર વિરુદ્ધ સદી ફટકારી હતી.
તમિલનાડુનો આંદ્રે સિદ્ધાર્થ, ઓલરાઉન્ડર કિરણ ચોરમાલે અને કેપ્ટન અમન જે યુપીથી છે તેઓ ઉલ્લેખનીય ખેલાડીઓ છે. અમને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનું નેતૃત્વ કર્યું અને પુડુચેરીમાં ત્રણ મેચોની સિરીઝમાં બે ફિફ્ટી પ્લસ સ્કોર કર્યો.
એક ગ્રુપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો : ભારત અંડર ૧૯ એશિયા કપની સૌથી સફળ ટીમ છે. જેણે આઠ વખત ટુર્નામેન્ટ જીતી છે. ભારતને ગ્રુપ એમાં રાખવામાં આવ્યું છે. જેમાં પાકિસ્તાન અંડર ૧૯ ટીમ, જાપાન અંડર ૧૯ ટીમ, મેજબાન યુએઈ અંડર ૧૯ ટીમ સામેલ છે. બીજી બાજુ ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન અંડર ૧૯, બાંગ્લાદેશ અંડર ૧૯, નેપાળ અંડર ૧૯, અને શ્રીલંકા અંડર ૧૯ની ટીમો સામેલ છે. ટુર્નામેન્ટ પહેલા ભારત અંડર ૧૯ ૨૬ નવેમ્બરના રોજ શાહજાહમાં અભ્યાસ મેચમાં બાંગ્લાદેશની ટીમ સામે રમશે. ભારત અંડર ૧૯ ટીમ પોતાના અભિયાનની શરૂઆત ૩૦ નવેમ્બરે દુબઈમાં પાકિસ્તાન અંડર ૧૯ સામે કરશે. ત્યારબાદ ભારત ૨ ડિસેમ્બર અને ૪ ડિસેમ્બરે શાહજાહમાં ક્રમશઃ જાપાન અંડર ૧૯ અને યુએઈ અંડર ૧૯ સામે રમશે.
એશિયા કપ ૨૦૨૪ માટે ભારતની અંડર ૧૯ ટીમ : આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આંદ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે (વાઈસ કેપ્ટન), પ્રણવ પંત, હરવંશ સિંહ પંગલિયા (વિકેટકિપર), અનુરાગ કાવડે (વિકેટકિપર), હાર્દિક રાજ, મોહમ્મદ એનાન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુદ્ધજીત ગુહા, ચેન શર્મા અને નિખિલ કુમાર.
ભારતના નોન ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડી- સાહિલ પારખ, નમન પુષ્પક, અનમોલજીત સિંહ, પ્રણવ રાઘવેન્દ્ર, ડી દીપેશ.