London,તા.30
શુભમન ગિલ એન્ડ કંપનીએ લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ-મેચની તૈયારી શરૂ કરી દીધી છે. આ મેદાન પર ભારતનો રેકોર્ડ સાધારણ રહ્યો છે. ભારત અહીં 15માંથી માત્ર બે ટેસ્ટ-મેચ જીત્યું છે, જયારે 6 મેચ હાર્યું છે અને 7 મેચ ડ્રો રહી છે. આ મેદાન પર ભારત છેલ્લે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ મેચ રમ્યું હતું અને 209 રને હાર્યું પણ હતું.
ઇંગ્લેન્ડ સામે અહીં ભારત સપ્ટેમ્બર 2021માં છેલ્લી ટેસ્ટ-મેચ રચ્યું હતું. ઑગસ્ટ 1971માં મુંબઈના દિવંગત ક્રિકેટર અજિત વાડેકરના નેતૃત્વમાં પહેલી વખત ટેસ્ટ ચાર વિકેટે જીત્યું હતું. એનાં ઓલમોસ્ટ 50 વર્ષ બાદ ભારતે 2021માં વિરાટ કોહલીના નેતૃત્વમાં 157 રને બીજી ટેસ્ટ-જીત નોંધાવી હતી.
આ મેદાન પર ઇંગ્લેન્ડ 106માંથી 45 મેચ જીત્યું છે અને 24માં હાર્યું છે, જયારે 37 ટેસ્ટ ડ્રો રહી છે. વિદેશી ટીમોમાંથી ઑસ્ટ્રેલિયા અહીં સૌથી વધુ મેચ રમ્યું છે અને જન્મ્યું હાર્યું પણ છે. ઑસ્ટ્રેલિયા ધ ઓવલમાં 40 ટેસ્ટ રમ્યું છે જેમાં 8 જીત, 18 હાર અને 14 ડ્રો સામેલ છે.
એના સિવાય વેસ્ટ ઇન્ડીઝ (16 ટેસ્ટમાંથી 6 જીત, 7 હાર, 3 વ્રે), સાઉથ આફ્રિકા (16 ટેસ્ટમાંથી 1 જીત, 8 હાર, 7 ડ્રો), પાકિસ્તાન (10 ટેસ્ટમાંથી પાંચ જીત, 3 હાર અને બે ટ્રો), ન્યુ ઝીલેન્ડ (9 ટેસ્ટમાંથી 1 જીત, 4 હાર, 4 ડ્રો) અને શ્રીલંકા (બે ટેસ્ટમાંથી બે હાર)નો રેકોર્ડ પણ અહીં સાધારણ જ રહ્યો છે.