બે દિ’ પૂર્વે ઠાકર હોટલની પાછળ ઘરના ફળિયા અને શેરીમાંથી બાઇક ઉઠાવી ગયાની કેફીયત
Rajkot,તા.11
એ ડિવિઝન પોલીસની ટીમે કપિલા હનુમાન રોડ ભીચરી નાકા પાસેથી શંકાસ્પદ બાઈક સાથે ઉભેલા શખસને પકડી પૂછપરછ કરતા આ સગીર પાસે રહેલું બાઇક ચોરાઉ હોવાનું માલુમ પડયું હતું. જેથી તેની સઘન પુછતાછ કરતા બે દિવસ પહેલા ઠાકર હોટલની પાછળની શેરીના પાર્કિંગમાંથી અને અન્ય એક બાઈક ચાર દિવસ પહેલા પ્રહલાદ પ્લોટ પાસે પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.એ ડિવિઝન પોલીસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, કપિલા હનુમાન રોડ ભીચરી નાકા પાસે એક શખસ શંકાસ્પદ બાઈક સાથે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે શખસને બાઈક સાથે ઝડપી લઇ પૂછપરછ આરોપી સગીરવયનો હોવાનું માલૂમ પડ્યું હતું. બાઈક અંગે આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ ન આપતા પોલીસે સઘન પૂછપરછ કરતા બાઈક બે દિવસ પહેલા ઠાકર હોટલની પાછળની શેરીના પાર્કિંગમાંથી અને અન્ય એક બાઈક ચાર દિવસ પહેલા પ્રહલાદ પ્લોટ પાસે પાર્કિંગમાંથી ચોરી કર્યા કબુલાત આપી હતી.
પોલીસે રૂ.૬૫ હજાર અને રૂ.૪૦ હજારની કિંમતના ચોરાઉ બાઈક કબજે કર્યા હતાં.