Telangana,તા.04
આજે સવારે તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપને લીધે લોકો એટલી હદે ડરી ગયા હતા કે ઘણા લોકોને ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડવાની ફરજ પડી હતી.
હૈદરાબાદ સુધી દેખાઈ અસર
જોકે આ ભૂકંપના ઝટકાથી કેટલું નુકસાન થયું છે તેને લઈને હજી કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. માહિતી અનુસાર ભૂકંપના આંચકા બુધવારે સવારે લગભગ 7:27 વાગ્યાની આજુબાજુ આવ્યા હતા. જેની અસર 200 કિ.મી. દૂર હૈદરાબાદ સુધી જોવા મળી હતી.