કરણ વીર મહેરા બિગ બોસ ૧૮નો વિનર તરીકે જાણીતો છે અને તેના ફોલોએર્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે
Mumbai, તા.૧૪
ટેલિવિઝન અભિનેતા કરણ વીર મહેરા બોલીવૂડમાં એન્ટ્રી લેવા તૈયાર છે. તે ઓમંગ કુમારની આવનારી ફિલ્મ સિલામાં જોવા મળવાનો છે. અભિનેતાએ હાલમાં જ વિલનની ભૂમિકાવાળું ખતરનાક પ્રથમ લુક જાહેર કર્યું છે. અભિનેતા હાથમાં તલવાર ઇને લોહીલુહાણ હાલતમાં લડતો જોવા મળી રહ્યો છે. સાથે અભિનેતાએ કેપ્શન લખ્યું છે કે, ખુદ કહી ખુદા, ખુડ દ ઇન્સાફ, ખૌફ કા નયા નામ -જેહરાકઆ ફિલ્મમાં અભિનેતા સાદિયા ખતીબ અને હર્ષવર્ધન રાણે સાથે જોવા મળવાનો છે. આ ફિલ્મની રિલીઝ તારીખની ઘોષણા હજી કરવામાં આવી નથી. કરણ વીર મહેરા બિગ બોસ ૧૮નો વિનર તરીકે જાણીતો છે અને તેના ફોલોએર્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.