Rajkot,તા.25
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજરોજ પણ ઠંડી સામાન્ય રહી હતી. માત્ર નલિયા અને રાજકોટમાં તિવ્ર ઠંડી અનુભવાઈ હતી આજરોજ સવારે નલિયામાં 11 અને રાજકોટમાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
જયારે અમદાવાદમાં 18.3, અમરેલીમાં 14.8, વડોદરામાં 19, ભાવનગરમાં 18.6, ભુજમાં 14.6, ડિસામાં 16.5, દિવમાં 17.2, દ્વારકામાં 18, ગાંધીનગરમાં 17.6, કંડલામાં 17, પોરબંદરમાં 14.7, અને વેરાવળ ખાતે, 19.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં પામ્યું હતું.
તેમજ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1.4 ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 15.4 ડીગ્રી નોંધાયું હતું. રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ હતી. જોકે બપોર દરમિયાન સૂર્યનારાયણ પોતાનો મિજાજ દેખાડતા શેરીજનોને ઠંડીમાંથી રાહત મળી હતી.
જામનગરમાં તાપમાનમાં ધીમે-ધીમે વધારો થતા ઠંડીના જોરમાં પણ ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. 1.4 ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 15.4 ડીગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું.ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે રાત્રિથી વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ હતી. વહેલી સવાર વાહન ચાલકો અને બાળકોને ગરમ વસ્ત્રામાં ઢબૂરવાની ફરજ પડી હતી.
પરોઢિયે વાતાવરણમાં ઠંડક હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગ ઉપર વાહનો અવર જવારમાં પણ નોંધ પાત્ર ઘટાડો જોવા મળ્યો છે જામનગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 4.5 કિ.મી.ની રહેવા પામી હતી. ગત્ બે દિવસમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 5 ટકા વધીને 65 ટકા રહ્યું હતું.

