Rajkot તા.10
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાનો માહોલ જામવા લાગ્યો છે. અને દૈનિક લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થવા લાગ્યો છે. 24-કલાક દરમ્યાન જ ફરી 1 થી 2 ડિગ્રી જેટલુ તાપમાન ઘટવા પામ્યું ચે.
આજે સવારે ત્રણ સ્થળોએ 14-ડિગ્રી અને ચાર સ્થળોએ 15- ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.સૌથી વધુ ઠંડી આજે 14-ડિગ્રી સાથે નલિયામાં નોંધાઈ હતી, જયારે અમરેલીમાં-14.8, અને ગાંધીનગરમાં-14 ડિગ્રી, તાપમાન નોંધાવા પામ્યું હતું.
આ ઉપરાંત રાજકોટમાં 15.7, અમદાવાદમાં-15, વડોદરામાં પણ 15, ડિસામાં-15.6, ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં-17.8, દમણમાં-17.4, દિવમાં 14.5, તથા કંડલામાં-18.2, પોરબંદરમાં-16.4 અને વેરાવળમાં-19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.તથા ભાવનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી નો ઘટાડો થતાં ઠંડી નું પ્રમાણ વધ્યું છે.
આજે સોમવારે સવારે સીઝન નું ઓછું વધુ લઘુત્તમ તાપમાન 16.1 ડિગ્રી નોંધાયું હતું. ગોહિલવાડ પંથકમાં ઠંડીનું પ્રમાણ વધતાં શિયાળો જામી રહ્યો છે. આજે સોમવારે ભાવનગર શહેરમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઠંડી વહેલી સવારે અને રાત્રે વધુ અનુભવાય છે.
આજે સવારે ભાવનગરમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70% રહ્યું હતું ત્યારે પવનની ઝડપ 8 કી.મી. પ્રતિ કલાકની રહી હતી.ઉપરાંત જામનગર શહેરમાં ધીમે ધીમે હવે લઘુતમ તાપમાનનો પારો સરકીને 17.5 ડિગ્રી તરફ પહોંચતા ઠડીનું જોર વધી રહ્યું છે. રાત્રે થી લઇ પરોઢિયા સુધી લોકોએ ગરમ સ્વેટર,મફલર,ટોપી સાથે બ્લેકતનો સહારો લેવાનું શરૂ કરી દેવું પડ્યું છે.
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં અડધા ડિગ્રીના વધારા સાથે 17.5 ડિગ્રી અને મહતમ તાપમાનમાં અશિક ઘટાડા સાથે 31.2 ડિગ્રી નોંધાયું હતી.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકા તો પવનની ગતિ પ્રતિકલાક 2.4 કિમિ નોંધાઇ છે.
શિયાળાની ઠડીનું આગમન થતાની સાથે રાત્રે સી.પંખા બંધ કરવા પડે છે.તો બપોરના સમયે ગરમીનો અનુભવ શહેરિજનો કરી રહ્યા છે.સાંજ પડતા ગુલાબી ઠડી શરૂ થઈને રાત્રીના ઠડીનું મોજું ફરી વળે છે.

