શહેરીજનોને માટીના ગણપતિની મૂર્તિની સ્થાપના કરવા મેયર દ્વારા અનુરોધ
Junagadh તા. 27
જુનાગઢ મહાનગરમાં ગણેશ મહોત્સવ નિમિતે શહેરીજનો દ્વારા ઘર શેરી, મહોલ્લા, સોસાયટીઓમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપનાં કરવામાં આવે છે. ત્યારે જુનાગઢ મનપા દ્વારા શહેરના શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો, આયોજકો, મંડળો વગેરે માટીના તથા ઇકો ફેઇન્ડલી
ગણપતિજીની સ્થાપના કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.
આ સાથે તેમજ ગણેશજી મહોત્સવ પુર્ણ થયા પછી ગણપતિજીની મૂર્તિના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા પાવન પવિત્ર ભવનાથ શ્રેત્રમાં દુધેશ્વર મંદિર પાસે, ઈન્દ્રભારતીજીના પ્રવેશ દ્વાર પાસે અસ્થાયી વિસર્જન કુંડ બનાવવામાં આવશે. આ અસ્થાયી વિસર્જન કુંડમાં મહા શીવરાત્રીમાં સંતો, મહંતોના શાહી સ્નાન સ્થાન મૃગી કુંડ, નારાયણ ધરો તથા દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના ત્રીવેણી સંગમના જલ સાધુ, સંતો, મહંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં પધરાવવામાં આવશે,
આ ત્રીવેણી સંગમમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી વિશેષ પુણ્ય અને ભાગ્યશાળી બનવા અને પર્યાવરણ તથા વહેતા પાણીને દુષિત થતુ અટકાવવાનાં સહીયારા પ્રયાસમાં સૌ ભાવિક, ભક્તજનોને સહભાગી થવા મનપાના મેયર ધર્મેશ પોંશીયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.