Lucknow,તા.6
ઉતરપ્રદેશમાં વિવાદીત ધર્મસ્થળ પર કેટલાક મહિલાઓએ દેવદિવાળીની પુજા કરતા વિવાદ છેડાઈ ગયો છે તથા પોલીસે તેમને અટકાવતા થોડી અથડામણ પણ થઈ હતી જેનો વિડીયો વાયરલ થતા જ તનાવ વ્યાપી ગયો હતો. ઉતરપ્રદેશના ફતેહપુરમાં એક મંદિર-મકબરા ઈમારતમાં દેવદિવાળીના દિવસે કેટલાક મહિલાઓ પુજા કરવા પહોંચી ગયા છે.
અહીના આબુનગરમાં આ ધર્મસ્થળનો વિવાદ ચાલે છે અને તેથી પ્રવેશ પ્રતિબંધ છે અને બેરીકેડ લગાવવામાં આવી છે. પરંતુ સવારે કેટલાક મહિલાઓ પુજા કરવા પહોંચતા પહેલા તેમને અટકાવાયા હતા પણ અન્ય મહિલાઓ બીજા માર્ગે આ ધર્મસ્થળ સુધી પહોંચી ગયા હતા અને પુજા શરુ કરતા જ પોલીસે તેમને રોકયા હતા.
આ તકે ભાજપના કેટલાક નેતાઓ પણ દોડી આવ્યા હતા અને બાદમાં થોડી ઝપાઝપી થઈ હતી પરંતુ અંતે પોલીસે મહિલાઓને દુર કર્યા હતા. આ અંગે 160 લોકો સામે ફરિયાદ દાખલ કરાતા વિવાદ વધ્યો હતો. હાલ આ સ્થળનો કેસ અહીના સીનીયર જજ સમક્ષ ચાલી રહ્યો છે અને તા.12ના રોજ સુનાવણી થનાર છે
તે પુર્વે મઠ મંદિર સંઘર્ષ સમીતીએ આ પ્રકારે પુજાનું આયોજન કર્યુ હોય તેવું માનવામાં આવે છે અને કોઈ પુર્વ જાહેરાત વગર જ 20 જેટલા મહિલાઓ દેવદિવાળીની પુજા કરવા પહોંચી ગયા હતા. મહિલાઓએ એવો દાવો કર્યો કે તેઓ આ વિવાદાસ્પદ ધર્મસ્થળ નહી પરંતુ બાજુની ઈમારત જયાં મંદિર છે ત્યાં પુજા કરવા જઈ રહ્યા છે. જો કે પોલીસે તે દલીલ સ્વીકારી ન હતી.

