Gaza ,તા.24
ગાઝામાં દુષ્કાળની ભયંકર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિશ્વભરના 100 થી વધુ સહાય અને માનવાધિકાર સંગઠનોએ તાજેતરમાં એક થઈને તમામ સરકારો પાસેથી તાત્કાલિક અને કાયમી યુદ્ધવિરામની માંગ કરી.
નોર્વેજીયન રેફ્યુજી કાઉન્સિલ, મર્સી કોર્પ્સ, રેફ્યુજીઝ ઇન્ટરનેશનલ, ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ, સેવ ધ ચિલ્ડ્રન અને ઓક્સફેમ જેવા સંગઠનો દ્વારા હસ્તાક્ષર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગાઝામાં દુષ્કાળ ફેલાઈ ગયો છે, જ્યારે ખોરાક, પાણી અને દવાઓ લઈ જતા ટ્રકો સરહદ પર અટવાઈ ગયા છે.
આ સંગઠનોનો આરોપ છે ઇઝરાયેલી સરકારની નાકાબંધીએ ગોઝાને ભૂખમરો, અરાજકતા અને મૃત્યુ તરફ ઘકૈલી દીધું છે. માનવતાવાદી સંગઠનોના કર્મચારીઓ પણ હવે ખોરાકની કતારોમાં ઉભા છે અને પરિવારો માટે ખોરાકની વ્યવસ્થા કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે.
નિવેદનમાં તમામ માનવતાવાદી પ્રતિબંધો દૂર કરવા, સરહદી ખોલવા અને સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ નિષ્પક્ષ રાહત કાર્ય ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
ભૂખથી મૃત્યુ માનવતાવાદી કટોકટી
પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલી વાર ગાઝામાં અનેક લોકો ભૂખમરાથી મરી રહ્યા છે. ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 60,000 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, અને તાજેતરમાં ખોરાક મેળવવાનો પ્રયાસ કરતી વખતે 800 થી વધુ લોકો માર્યા ગયા છે.
નોર્વેજીયન રેફ્યુજી કાઉન્સિલે અહેવાલ આપ્યો છે કે તેમનો સંપૂર્ણ ખોરાકનો સ્ટોક ખતમ થઈ ગર્યા છે અને તેમનો સ્ટાફ પણ હવે ભૂખમરાથી પીડાઈ રહ્યો છે.