Vadodaraતા.૨૭
વડોદરા શહેરના વારસિયાના સાંઈબાબા નગરમાં જ્યાં ચાર અજાણ્યા વ્યક્તિઓએ ત્રણ કાર અને એક રિક્ષામાં આગ લગાવી દીધી હતી. આ ઘટના વારસિયા અને વડોદરા શહેર પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે, જ્યાં પોલીસે તપાસ શરૂ કરી છે.
સૂત્રો અનુસાર, અસામાજિક તત્વોએ સૌથી પહેલા થારને સળગાવી ત્યારબાદ એક પછી એક વાહનો સળગ્યા હતા. આ કામ બુટલેગરો વચ્ચેના ગેંગ વોરમાં થયું હોવાની શંકા છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
સૂત્રો અનુસાર, સાંઈબાબા નગરના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી થાર કારને સળગાવી હતી,આ આગ ધીમે ધીમે આગળ વધીને વેન્યુ અને ટ્રીબરને પણ લપેટામાં લેવાઈ હતી. આ આગના કારણે ત્રણેય કાર બળીને ભંગારમાં ફેરવાઇ ગઈ હતી. આ બાદ અંજલિ સોસાયટીમાં પાર્ક કરેલી રિક્ષાને પણ આ આગની ભભૂકે લપેટમાં લીધી હતી. રિક્ષા ચાલકે જણાવ્યું કે, તેની બાજુમાં જ પાર્ક કરાયેલ બીજી રિક્ષાને આગ લગાવવાનો ઇરાદો હતો, ભૂલ વશ મારી રિક્ષાને સળગાવી દીધી હતી.
આ મામલો વારસિયા પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને બંને પોલીસ સ્ટેશનની ટીમોએ સંયુક્ત તપાસ હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બુટલેગરો વચ્ચેના ગેંગ વોરનું પરિણામ હોવાની શક્યતા વધુ છે, અને જવાબદારોને ઓળખવા અને ધરપકડ કરવા માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.
રિક્ષાચાલક નંદલાલ ભાઈએ જણાવ્યું કે લગભગ ૧ઃ૩૫ વાગ્યે, તેમની સામે બેઠેલા વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે તેમની રિક્ષામાં આગ લાગી છે, અને દાવો કર્યો કે બોટલમાં પેટ્રોલ છે. કેટલાક લોકો આવ્યા અને તેમની રિક્ષામાં આગ લગાવી. મને બોટલ મળી અને પાણી છાંટી દીધું. સીસીટીવી ફૂટેજમાં ચાર લોકો આગ લગાવવા આવતા દેખાય છે. બાજુમાં બેઠેલા વ્યક્તિ પાસે રિક્ષા ન હોવાથી, તેમની રિક્ષા આકસ્મિક રીતે બળી ગઈ. મેં સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નોંધનીય છે કે સાત મહિના પહેલા, વડોદરાના કુખ્યાત બુટલેગરો અલ્પુ સિંધી અને હેરી લુધવાણી વચ્ચે ગેંગ વોર ફાટી નીકળ્યું હતું. જેના કારણે આગ લગાવવાની ઘટના મુસાફરો દ્વારા જ અંજામ આપવામાં આવ્યો હોવાની શક્યતા છે, ત્યારબાદ પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

