સેનાએ પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ કર્યા : સોફિયા કુરૈશી પાકિસ્તાન આતંકવાદીઓને બચાવે છે : વિક્રમ મિસ્ત્રી
New Delhi, તા.૮
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (૮ મે) ભારત સરકારના કેટલાક વિભાગોના સચિવોની હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ્યાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત હાલના ઘટનાક્રમોને લઈને ચર્ચા કરી હતી. ત્યારે આજે ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ દરમિયાન કર્નલ સોફિયાએ કહ્યું હતું કે, અમે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. અમે પહેલા જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. અમે પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ૭ મે ૨૦૨૫ના રોજ ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારતે પાકિસ્તાની સૈન્ય ઠેકાઓને નિશાન નથી બનાવ્યા. ભારતમાં સૈન્ય ઠેકાણાઓ પર કોઈ પણ હુમલો યોગ્ય જવાબને આમંત્રિત કરશે. ૭-૮ મે ૨૦૨૫ની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, બઠિન્ડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમી ભારતમાં કેટલાક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાના પ્રયાસ કર્યા. તેમણે ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર યૂએએસ ગ્રિડ અને વાયુરક્ષા પ્રણાલીઓ દ્વારા નિષ્પ્રભાવી કરી દેવાઈ. આ હુમલાઓના કાટમાળ હવે અનેક સ્થળોથી એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરે છે.
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે, બોર્ડર પાર આપણા વિરૂદ્ધ ઘણી બધી ખોટી માહિતી આપવામાં આવી છે, કેટલાક વાતોને ધ્યાનમાં રાખવા લાયક છે, જેમ કે તણાવ વધારવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. પરંતુ પહેલી વાત એ છે કે પહલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું પહેલું કારણ છે, ભારતીય સેનાએ કાલે તેનો જવાબ આપ્યો છે. ધ રેજિસ્ટ્રેન્સ ફ્રન્ટ (નહ્લ) સંગઠન લશ્કર-એ-તૈયબાનું જ સંગઠન છે, જેણે પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. અમે આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ેંદ્ગજીઝ્ર)ને તમામ માહિતી ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. નહ્લ અંગે અપડેટ સતત અપાઈ રહી છે. વિક્રમ મિસ્ત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, જ્યારે ેંદ્ગજીઝ્રના નિવેદનમાં નહ્લનું નામ સામેલ કરવાની વાતો આવી તો માત્ર પાકિસ્તાને તેનો વિરોધ કર્યો અને નામ હટાવ્યું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજુ પણ આ આતંકવાદી સંગઠનને ઢાલ અને સમર્થન આપી રહ્યું છે.