વંદેભારત, બુલેટ ટ્રેન સહિત રેલ પ્રોજેકટોમાં અત્યાધુનિક ટેકનોલોજી અપનાવવામાં આગળ ધપતા ભારતે વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે.હાઈપર લુપ ટેસ્ટ ટ્રેકનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ‘એકસ’ પર વીડીયો શેર કર્યો હતો અને જાહેર કર્યું હતું કે આઈઆઈપી મદ્રાસ સાથે બનાવીને તે તૈયાર કરાયો છે.
આ માટે આઈઆઈટી મદ્રાસને બે વખત 10-10 લાખ ડોલરની ગ્રાંટ આપવામાં આવી હતી. હવે ત્રીજી વખત 10 લાખ ડોલર અપાશે. હાઈપર લુપ શરૂ થવાના સંજોગોમાં માત્ર 30 મીનીટમાં 300 કીમીનું અંતર કપાશે.પ્રથમ પરિક્ષણમાં 422 મીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો હતો.
જેના પર 600 થી 1100 કિ.મી.ની ઝડપ મેળવી શકાય છે.સૌ પ્રથમ મુંબઈ-પુના વચ્ચે હાઈપર લુપ પ્રોજેકટ શરૂ કરવાની દરખાસ્ત છે. હાલ તેનું અંતર કાપવામાં 3 થી 4 ક્લાક લાગે છે. હાઈપર લુપ મારફત તે માત્ર 25 મીનીટમાં શકય બનશે.
હાઈપર લુપ એક હાઈસ્પીડ ટ્રેન છે જે ટયુબમાં વેકયુમથી દોડે છે. 1100 કીમીની ગતિએ દોડાવી શકાય છે. પોડસ (કોચ)ને વેકયુમ ટયુબની અંદર ચુંબકીય ટેકનીકથી ચલાવાય છે. જેનાથી વિજળીનો ઉપયોગ એકદમ મામુલી તથા પ્રદુષણ શુન્ય રહે છે.
ભારત સિવાય અમેરીકા, નેધરલેન્ડ, સ્પેન તથા ચીન પણ આ ટેકનોલોજી વિકસાવીને તેના પરિક્ષણ કરી રહ્યા છે.