Bangkok,તા.27
થાઈલેન્ડમાં છેલ્લા કેટલાક દિવસથી રેકોર્ડબ્રેક વરસાદ પડી રહ્યો છે. આ વરસાદે 300 વર્ષનો રેકોર્ડ તોડયો છે.આ વરસાદે એવો કહેર મચાવ્યો છે કે 33થી વધુ લોકોના આ વરસાદથી મોત થયા છે અને સેંકડો લોકો ઘરની છત પર ફસાયા છે.
આ વરસાદથી લગભગ ઘરો અને 27 લાખથી વધુ લોકોને અસર કરી છે. બુધવારે વરસાદનું જોર થોડું ઘટયું હતું તેમ છતાં હજુ પણ ભારે વરસાદ અને પુરનું એલર્ટ છે. વડાપ્રધાને મંગળવારે સોગ્ગખ્લા પ્રાંતમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે.
ઈન્ડોનેશિયામાં `સેન્યારા’ વાવાઝોડા બાદ પૂર-ભૂસ્ખલનથી 13ના મોત
ઈન્ડોનેશિયામાં `સેન્યારા’ વાવાઝોડા બાદ પૂર અને ભૂસ્ખલનને ભારે તબાહી મચાવી હતી, જેના કારણે 13 લોકોના મોત થયા હતા.

