Junagadh તા.6
પટેલ કેળવણી મંડળ સંચાલીત એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ, તેમજ રેડક્રોસ સોસાયટી અમદાવાદના સંયુકત ઉપક્રમે ગઈકાલે તા.5ના રોજ થેલેસેમીયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26માં એડમીશન લીધેલ બીએ બીકોમ બીસીએના કુલ 325 વિદ્યાર્થીઓનો થેલેસેમીયા ટ્રસ્ટ કરવામાં આવ્યો હતો. આ થેલેસેમીયા ટ્રસ્ટ શા માટે કરાવવો જોઈએ? થેલેસેમીયા ટેસ્ટ લગ્ન પહેલા જરૂરી છે તેમજ લોકોમાં પણ જાગૃતતા ફેલાવવા માટે કોલેજના પ્રિ.ડી.એ. ડઢાણીયાએ માર્ગદર્શન આપ્યુ હતું.
આ સમગ્ર કેમ્પનું આયોજન રેખાબેન કાછડીયાએ કરેલ હતું. એનએસએસના કોર્ડીનેટર કવિબેન ઝાલા દ્વારા કેમ્પ દરમિયાન વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. ડો. નિલેશભાઈ ભારતીય સીનીયર પ્રોગ્રામ મેનેજર રેડક્રોસ સોસાયટી અમદાવાદના સહયોગ દ્વારા આ કેમ્પ સરળ બનાવવામાં આવ્યો હતો. તેમને પણ વિદ્યાર્થીને માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.
સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ કોલેજના પ્રિ. દિનેશભાઈ ડઢાણીયા, મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ, પ્રમુખ સવજીભાઈ મેનપરા, કોલેજ કમીટીનું ઈ. રતિભાઈ ભુવાએ અભિનંદન પાઠવ્યા હતા.